બીજેપીના વધુ એક દિગ્ગજ નેતાએ ચૂંટણી ન લડવાનો લીધો નિર્ણય, અત્યાર સુધીમાં આઠ દિગ્ગજ નેતાઓ કરી ચુક્યા છે ચૂંટણી નહી લડવાની જાહેરાત

sumitra mahajan
sumitra mahajan

ભાજપના દિગ્ગજ નેતાઓમાં લાલકૃષ્ણ અડવાણી, સુષ્મા સ્વરાજ, શાહ નવાઝ હુસેન, મુરલી મનોહર જોષી, અરૂણ જેટલી, ઉમા ભારતી, પૂર્વ મેજર જનરલ બીસી ખંડુરી, શાન્તા કુમારની સાથે સાથે અત્યારે ભાજપના સાંસદ અને લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને પણ ચૂંટણી નહી લડવાનો નિર્ણય લઈ લીધો છે.

ભાજપ પાર્ટીના ઇન્દોરના સાંસદ અને લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન બીજેપીથી નારાજ થઇને ચૂંટણી લડવાની ના કરી દીધી છે. ભાજપે ઇન્દોર લોકસભા બેઠક માટે હજુ સુધી કોઇ ઉમેદવાર જાહેર નહી કરતા મહાજન નારાજ થયા હતા.

READ  સુરતીઓ આનંદો! તમારી મહેનત રંગ લાવી. સુરત એરપોર્ટથી ઉડાન ભરશે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ, જાણો સૌપ્રથમ આં.રા. ફ્લાઈટ કયા દેશની
sumitra mahajan
Sumitra Mahajan

મહાજને એક પત્ર લખીને ભાજપ સરકારને પ્રશ્ન પૂછ્યો કે, હજી સુધી ઈન્દોર સીટ પરના ઉમેદવારની જાહેરાત કેમ કરવામાં આવી નથી? શું પાર્ટીને કોઇ પ્રકારનો સંકોચ છે. આવી અનિર્ણયની સ્થિતિ કેમ છે?

લોકસભા સ્પીકરે આગળ કહ્યું કે, ‘કદાચ પાર્ટીને નિર્ણય લેવામાં કોઇ સંકોચ થઇ રહ્યો છે, મે પહેલા જ આ નિર્ણય તેમના ઉપર છોડી દીધો હતો. પરંતુ હવે હું જાહેરાત કરૂં છું કે હું ચૂંટણી નહીં લડું, જેથી પાર્ટી કોઇ પણ સંકોચ વગર નિર્ણય લઇ શકે.’

READ  VIDEO: સંસદ શરૂ થયા પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું, વિપક્ષ નંબરની ચિંતા છોડે, લોકોના મુદ્દા ઉઠાવે

sumitra mahajan will not contest loksabha polls

ઉલ્લેખનીય છે કે, સુમિત્રા મહાજન ઇન્દોર લોકસભા બેઠકથી સતત 8 વખત જીતતા આવ્યાં છે. તેમની ઉમર 75 પાર થઇ ચુકી છે. ભારતીય જનતા પાર્ટી આ વખતે 75 વર્ષથી ઉપરના નેતાઓને ટિકિટ આપી નથી. તેમાં લાલ કૃષ્ણ અડવાણીની ગાંધીનગર, મુરલી મનોહર જોશીની કાનપુર, શાંતા કુમારની હિમાચલ પ્રદેશથી ટિકિટ કાપવામાં આવી છે. અડવાણીની જગ્યાએ આ વખતે ભાજપના અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડી રહ્યાં છે.

READ  લોકસભા ચૂંટણીમાં ભાજપે ઉતારેલા આ સંત પાસે છે 3 કરોડની જંગી મિલકત, તેમ છતાં નથી તેમની પાસે પાન કાર્ડ

સુમિત્રા મહાજનની હાલની ઉંમર 75 વર્ષ છે, એટલા માટે એવી વાત સામે આવી રહી હતી કે ભાજપ પક્ષ આ વખતે તેમને ટિકિટ આપવા માંગતી નથી. જોકે, તેમની જગ્યાએ ઉમેદવાર કોણ હશે તેને લઇને કોઇ નિર્ણય થયો નથી.

Stage collapse during a political rally in Sagar, Ex-HM of Madhya Pradesh falls down | Tv9

FB Comments