• March 22, 2019

BJPની વેબસાઈટ થઈ હેક, PM મોદી માટે આપત્તિજનક લખાણ લખવામાં આવ્યું

BJP website hacked

BJP website hacked

સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીની વેબસાઈટ મંગળવારે સવારે હેક થઈ. સોશિયલ મીડિયા પર સતત લોકોએ આ વાત શૅર કરી  અને પાર્ટીને જાણ પણ કરવામાં આવી. બીજેપીની વેબસાઈટ BJP.ORG ને ખોલવાની કોશિશ કરવામાં આવી પરંતુ હજુપણ તે કાર્યરત નથી.

BJP website hacked

બીજેપીની વેબસાઈટ હેક થવા અંગે ટ્વિટર પર છેલ્લા કેટલાક સમયથી વેબસાઈટના ફોટા વાઈરલ થઈ રહ્યાં છે જેમાં BJPની વેબસાઈટ હેક કરી તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો મુકવામાં આવ્યા છે આ ફોટોમાં મોદી જર્મનીના ચાન્સેલર અંજેલા મર્કલ સાથે જોવા મળી રહ્યાં છે અને તેના પર આપત્તિજનક લખાણ પણ લખવામાં આવ્યું છે. જોકે આ અંગે બીજેપી તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

 

BJPની વેબસાઈટ હેક થતાં કોંગ્રેસને આક્ષેપ કરવાની તક મળી ગઈ અને કોંગ્રેસ પાર્ટીના આઈટી સેલના પ્રમુખ દિવ્યા સ્પંદનાએ ટ્વિટ કર્યુ અને કહ્યું કે, “ભાઈઓ અને બહેનો, અત્યારે જો તમે BJPની વેબસાઈટ નથી જોઈ, તો તમે ખરેખર કઈ ગુમાવી રહ્યાં છો.”

BJP website hacked

મહત્વની વાત એ છે કે, BJPની વેબસાઈટ દેશની સૌથી વધુ વ્યસ્ત રહેનારી વેબસાઈટોમાની એક છે. જેના પર પાર્ટીની તમામ માહિતી પોસ્ટ કરવામાં આવતી હતી. પરંતુ છેલ્લા કેટલાક કલાકોથી તે કાર્યરત નથી.

Maharashtra: Shiv sena declares list of 21 candidates, suspense over Palghar and Satara seats

 

FB Comments

Hits: 832

jignesh.k.patel

Read Previous

IPLમાં મેચ જોવા જાવ અને જો તમે કેચ પકડશો તો તમે જીતી શકો છો ટાટાની SUV કાર !

Read Next

નૌસેના પ્રમુખે આતંકીઓની વધુ એક ચાલ ખુલ્લી પાડી, આતંકવાદીઓને દરિયાઈ માર્ગે હુમલો કરવા માટેની તાલીમ આપવામાં આવી રહી છે

WhatsApp chat