Alert : 20-21 જાન્યુઆરીએ શું સ્ત્રીઓ માટે ઘાતક ‘વરુ’ બની જશે પૂનમનો ચાંદ ? સગર્ભાઓએ તો ભૂલથી પણ આકાશ તરફ ન જોવું ! જાણો શું છે BLOOD WOLF MOON ?

વર્ષ 2019નું પ્રથમ ચંદ્ર ગ્રહણ આગામી 20 અને 21 જાન્યુઆરીની મધ્ય રાત્રિમાં થવાનું છે. આ ચંદ્ર ગ્રહણને બ્લડ વુલ્ફ મૂન (BLOOD WOLF MOON) આપવામાં આવ્યું છે.

ચંદ્ર જ્યારે ધરતીના પડછાયામાંથી પસાર થાય છે, ત્યારે સુપરમૂન કે લાલ તાંબાના રંગ જેવો દેખાય છે. દરેક ચંદ્ર ગ્રહણનું એક ખાસ નામ હોય છે અને 2019ના આ પ્રથમ ચંદ્ર ગ્રહણનું નામ બ્લડ વુલ્ફ મૂન છે. બ્લડ એટલે રક્ત (તાંબા જેવો રંગ), વુલ્ફ એટલે વરુ, સ્ત્રીઓ પાછળ પડનારો, ધૂર્ત અને મૂન એટલે ચંદ્ર. આ બ્લડ વુલ્ફ મૂન નામનું ચંદ્ર ગ્રહણ 20 જાન્યુઆરીની રાત્રે 8.06 મિનિટે શરુ થશે અને 21 જાન્યુઆરીએ બપોરે 1.18 મિનિટે પૂરું થશે.

કોણે આપ્યું બ્લડ વુલ્ફ મૂન નામ ?

સુપર બ્લડ વુલ્ફ મૂન ખુલ્લી આંખોથી જોઈ શકાય છે. એવું કહેવાઈ રહ્યું છે કે આ ગ્રહણને આ અનોખું નામ નેટિવ અમેરિકન જનજાતિઓએ આપ્યું છે. કહેવાય છે કે પૂનમની રાત્રે ભોજનની શોધમાં નિકળતા વરુઓ તાંબા જેવા રંગના ચંદ્રને જોઈ-જોઈને જોર-જોરથી ચિલ્લાવે છે. તેના કારણે જ આ ચંદ્રને બ્લડ વુલ્ફ મૂન નામ અપાયું છે.

READ  શું પશ્ચિમ બંગાળના બજારમાં જય શ્રીરામ બોલવાથી મહિલાની ધરપકડ કરાઈ, જાણો આ ખબર પાછળની હકીકત

આ ચંદ્ર ગ્રહણ ભારતમાં નહીં દેખાય, પણ તેની અસરો જરૂર જોવા મળશે. ધાર્મિક માન્યતાઓ મુજબ કોઈ પણ ગ્રહણ વખતે સગર્ભા સ્ત્રીઓ ખાસ તકેદારી રાખવાની હોય છે, કારણ કે ગ્રહણ સમયે નિકળતા દૂષિત કિરણો ગર્ભમાં ઉછરતા શિશુ પર ખરાબ અસર નાખે છે. એક માન્યતા મુજબ તો કોઈ પણ ગ્રહણની અસર પૂરા 108 દિવસ સુધી રહે છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

આ તથ્યો પાછળ કેટલાક ધાર્મિક, તો કેટલાક વૈજ્ઞાનિક કારણો પણ બતાવવામાં આવે છે. આવો જાણીએ કે શું કરીને આપ ગ્રહણની અસરને ઓછી કરી શકો છો ?

બહાર ન નિકળો

ચંદ્ર ગ્રહણ દરમિયાન સગર્ભા મહિલાઓએ બહાર ન નિકળવું, કારણ કે ગ્રહણ દરમિયાન નિકળતા દૂષિત કિરણોની ગર્ભમાં ઉછરતા બાળકના શારીરિક અને માનસિક આરોગ્ય પર અસર પડે છે.

READ  આજનું રાશિફળ: આ રાશીના જાતકોના આજે તમામ કામ સફળતાપૂર્વક પાર પડશે

આ પણ વાંચો : 3 રાશિઓ વાળા ઘરના ઉંબરા બહાર પગ ન મૂકતાં, થશે અમંગળ : 7 દિવસ પછી લાગવાનું છે વર્ષનું સૌથી ભયંકર ચંદ્ર ગ્રહણ

તેના કારણે શિશુ ગંદા લાલ ચિહ્નો સાથે પેદા થાય છે. જન્મ બાદ બાળકના શરીર પર કોઈ ન કોઈ ડાઘ જરૂર પડી જાય છે.

અણીદાર વસ્તુઓનો ઉપયોગ ન કરો

ગ્રહણ દરમિયાન સગર્ભા સ્ત્રીઓએ કોઈ પણ અણીદાર વસ્તુનો જેમ કે ચપ્પુ, કેંચી, સોય વગેરેનો ઉપયોગ ન કરવો જોઇએ. શાસ્ત્રોમાં જણાવાયા મુજબ સગર્ભા મહિલાઓ જ નહીં, પણ તેમના પતિઓએ પણ ગ્રહણ દરમિયાન અણીદાર વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઇએ.

આ પણ વાંચો : તમે પણ પીએમ મોદીને રૂબરૂ મળી શકો, સપનું થઈ શકે સાકાર, બસ આટલી ‘યોગ્યતા’ હોવી જોઇએ

માનવામાં આવે છે કે આવું કરવાથી પેદા થનાર શિશુના અંગોને હાનિ પહોંચી શકે છે.

ગ્રહણ કાળમાં બનેલું ભોજન ખાવાનું ટાળો

ગ્રહણ કાળમાં બનેલું ભોજન સગર્ભા મહિલાઓએ ન આરોગવું જોઇએ. કહેવાય છે કે દૂષિત કિરણો આ ભોજનને દૂષિત બનાવી દે છે. જોકે આવા ભોજનમાં તુલસીના પાન નાખી શકાય અને ગ્રહણ બાદ તે પાન કાઢી તે ભોજન આરોગી શકાય. આવું કરવાથી ગ્રહણ બાદ પણ ભોજન શુદ્ધ રહે છે.

READ  રાજકોટ: ઉદ્યોગો માટે સરકારે કરી મોટી જાહેરાત, 14 મેથી ઉદ્યોગ-ધંધા શરૂ કરી શકાશે

ગ્રહણ બાદ સ્નાન કરવું

માન્યતા છે કે ગ્રહણ સમાપ્ત થયા બાદ સગર્ભા મહિલાઓએ જરૂર સ્નાન કરી લેવં જોઇએ, નહિંતર આવનાર શિશુને ત્વચા સંબંધી રોગ લાગી શકે છે. ગ્રહણની નકારાત્મક અસરોથી બચવા માટે સગર્ભા મહિલાઓએ તુલસીના પું પાન જીભ પર મૂકી હનુમાન ચાલીસા અને દુર્ગા સ્તુતિનું પાઠ કરવું જોઇએ.

[yop_poll id=610]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઇલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઇલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.

 

 

FB Comments