પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામેલા ગુજરાતના માછીમારનો મૃતદેહ માદરેવતન પહોંચશે

ભારત અને પાકિસ્તાન વચ્ચે માછીમારોની ધરપકડનો દોર ચાલુ રહેતો હોય છે અને તેમાં આંતરરાષ્ટ્રીય સંબંધોની સ્થિતિ કેવી છે તેની પણ અસર થાય છે. ઘણાં માછીમારોને પોતાની આખી જિંદગી જેલમાં વિતાવવાનો પણ વારો આવતો હોય છે.

ગીર સોમનાથમાં આવેલા ઉના તાલુકાના પાલડી ગામના માછીમાર ભીખાભાઈ બાંભણીયાનું મોત પાકિસ્તાનના કરાચી જેલમાં થયું હતું. 1 ઓક્ટોબરે તે માછીમારી કરવા ગયા હતા અને ઘરે પરત ફર્યા નહોતા કારણ કે તેમની ધરપકડ પાકિસ્તાન મરીન દ્વારા કરવામાં આવી હતી. તેઓને પાકિસ્તાનની જેલમાં બંધ કરી દેવાયા હતા. જેલમાં ભીખાભાઈને કોઈ કારણસર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

ભીખાભાઈના મૃતદેહને કરાચીથી દોહા અને ત્યાંથી અમદાવાદ મોકલવામાં આવશે

જ્યારે ભીખાભાઈના મોતની જાણ તેમના પરીવારને થઈ ત્યારે પરીવારે માગણી કરી હતી કે ભીખાભાઈના મૃતદેહને વહેલીતકે ભારત લાવવામાં આવે. બાદમાં પરીવારે વિદેશ મંત્રાલય સાથે પણ લેખિતમાં પત્ર વ્યવહાર કર્યો હતો. પાકિસ્તાન તરફથી ભીખાભાઈના મૃતદેહને ભારત મોકલવાની પ્રક્રિયા શરુ કરી દેવાઈ છે. આમ તેમના પાર્થિવ દેહને પાકિસ્તાનના કરાચીથી દોહા અને ત્યાંથી અમદાવાદ મોકલવામાં આવશે. બુધવારના રોજ ભીખાભાઈનો પાર્થિવ દેહ વતનમાં પહોંચશે.

READ  ભારત માતાની જય બોલશે તે જ દેશમાં રહેશે: કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

 

Following Trump-Modi meet, Motera stadium covered in security blanket, Ahmedabad

FB Comments