બોલીવુડ હેરાન-પરેશાન! ફરી એક સ્ટાર્સના લગ્ન જીવનમાં પડી તિરાડ અને પત્નીએ છોડ્યું ઘર

અત્યારે બોલીવુડ સ્ટાર્સમાં લગ્નની સીઝન ચાલી રહી છે પરંતુ તેના વચ્ચે એક બોલીવુડ સ્ટાર કપલની ડિવોર્સની ખબર સામે આવી છે. બોલીવુડ સુપર સ્ટાર આમિર ખાનના ભાણેજ ઈમરાન ખાન અને અવંતિકા મલિકના લગ્નને 8 વર્ષ થયા છે, તેઓ વર્ષ-2011 માં લગ્નના બંધનમાં બંધાયા હતા અને તેઓની એક દિકરી પણ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈમરાન અને અવંતિકા વચ્ચે સંબધોમાં તિરાડ પડી છે.

READ  બાલા સાહેબ પર સોનૂ નિગમની હત્યાનું કાવતરું રચવાનો આરોપ!

 

આ પણ વાંચો: અમદાવાદના રસ્તાઓ પર એક વ્યક્તિ 20 લાખની મોંઘી કાર પર ગાયનું છાણ લગાવી ફરી રહી છે અને કરી રહી છે ગરમીમાં પણ ઠંડીનો અહેસાસ

સૂત્રોના રીપોર્ટ મૂજબ તેઓના લગ્નજીવનમાં કોઇ અણબનાવ થયો છે અને અત્યારે અવંતિકા ઈમરાનનું ઘર છોડીને તેમની દિકરી સાથે માતા-પિતાના ઘરે રહેવા જતી રહી છે. હાલ આ કપલ અલગ-અલગ ઘરમાં રહે છે. હજુ સુધી જાણવા નથી મળ્યું કે બંને થોડા સમય માટે અલગ રહેશે કે પછી એકબીજાથી અલગ જ થવાના છે.

READ  પાકિસ્તાનના PM ઈમરાનખાનની ખુરશી મુશ્કેલીમાં, લાહોર હાઈકોર્ટમાં પાકિસ્તાનના સંવિધાનના ભંગની અરજી દાખલ

 

 

ઈમરાન અને અવંતિકાના સંબંધીઓ તેઓને મનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. ઈમરાન અને અવંતિકાના લગ્ન ધૂમધામથી કરવામાં આવ્યા હતા અને બંને પોતાની દિકરીથી ખૂબ જ પ્રેમ કરે છે. ઈમરાને એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતું કે તેઓની દિકરી ઈમારા પત્ની અવંતિકાથી મળેલી બેસ્ટ ગિફ્ટ છે.

 

PM Modi meets Dawoodi Bohra community members in Houston, USA | Tv9GujaratiNews

FB Comments