લગ્નના 11 વર્ષ પછી એક બોલીવુડ એક્ટ્રેસ થઈ પતિથી અલગ, જાણો કોણ છે આ એકટ્રેસ?

બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝાની એક પોસ્ટે સનસની મચાવી દીધી છે. આ પોસ્ટમાં તેમને કહ્યું કે તે પોતાના પતિ સાહિલથી અલગ થઈ રહી છે. દિયા અને સાહિલનાં લગ્નને 11 વર્ષ થયાં છે, પરંતુ દિયા હવે 11 વર્ષ જુના સંબંધોને તોડવા જઈ રહી છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા કહ્યું કે બંનેએ સાથે મળીને છુટા થવાનો નિર્ણય લીધો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  રણબીર કપૂરની આંખોમાં આવ્યા આંસુ! જ્યારે મહેશ ભટ્ટ પાસે માંગ્યો આલિયા ભટ્ટનો હાથ

 

દિયાએ તેની પોસ્ટમાં લખ્યું છે કે, 11 વર્ષ સુધી સાથે જીવન વિતાવ્યા પછી હવે અમે પરસ્પર સંમતિથી અલગ થવાનું નક્કી કર્યું છે. અમે હંમેશા મિત્રો રહીશું અને જ્યારે પણ મળશે ત્યારે પ્રેમ અને આદર સાથે જ મળશે. જીવનમાં સાથે વિતાવેલી ક્ષણો આપણા બંને માટે હંમેશાં વિશેષ રહેશે. અમે આ પ્રેમ માટે મિત્રો અને પરિવારના સભ્યોનો આભાર માનીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે મીડિયા અમારા નિર્ણયનો આદર કરશે અને પ્રાઈવસી આપશે. હવે અમે આ મામલે આગળ કોઈ નિવેદન આપીશું નહીં. આભાર… દિયા મિર્ઝા અને સાહિલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Video: જો તમે બોલીવુડના મોટા સિંગર બની ગયા તો તમને કેટલા રૂપિયા મળશે? જાણો હની સિંહથી લઇને નેહા કક્કર સુધી કોણ લે છે કેટલી ફી

આ પણ વાંચો: VIDEO: રાજ્યમાં આગામી 48 કલાક સુધી રહેશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

દિયા મિર્ઝા વર્ષ-2018 માં રણબીર કપૂર સાથે ફિલ્મ ‘સંજુ’ માં જોવા મળી હતી. આ મૂવી સંજય દત્તની રીઅલ લાઈફ પર આધારિત હતી. ફિલ્મમાં રણબીરે સંજય દત્તનું પાત્ર ભજવ્યું હતું અને દિયા મિર્ઝાએ સંજય દત્તની પત્ની માન્યતા દત્તનું પાત્ર ભજવ્યું હતું.

READ  કોમી એખલાસની 'દોરી' બન્યો 'પતંગ' : જોધપુરના મુસ્લિમ પરિવારે પાંચ પેઢીથી પતંગ બનાવવાના વારસાને રાખ્યો છે જીવંત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Top 9 Business News Of The Day: 22/2/2020| TV9News

FB Comments