જાણો ક્યા બોલીવુડ અભિનેતાઓ કરી રહ્યાં છે જાહેરાતના માધ્યમથી કરોડોની કમાણી, કોણ છે કમાણીમાં નંબર 1?

બોલીવુડમાં કોણ કેટલું જાહેરાતોથી કમાઈ છે તેની વાત કરીએ તો તેમાં આ વર્ષે અક્ષય કુમાર પ્રથમ ક્રમાંકે છે. અભિનેતાઓ જાહેરાતોની સાથે બ્રાંડ એન્ડોસ પણ કરે છે જેના દ્વારા લાખોની કમાણી કરી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જો બોલીવુડના અભિનેતાઓની કમાણી વિશે વાત કરીએ તો તેમાં પહેલાં ક્રમાંકે તો અક્ષય કુમાર છે. હાલ વિવિધ પ્રોડક્ટની જાહેરાતોમાં અક્ષય કુમારને જોઈ શકાય છે. જ્યારે પણ નવી પ્રોડક્ટ લોંચ કરવાની હોય કે તેનું પ્રમોશન કરવાનું હોય ત્યારે તેમાં લોકપ્રિય અભિનેતાઓનો સહારો લેવામાં આવે છે. બોલીવુડના આ અભિનેતાઓ જાહેરાતના માધ્યમથી કેટલી કમાણી કરે છે તે અક્ષય કુમાર સિવાય જાણી શકાયું છે. જેમાં તમને ખ્યાલ આવી જશે કે ફિલ્મો સિવાય પણ કેવી રીતે અભિનેતાઓ તગડી કમાણી કરી લે છે.

READ  ગુજરાતની જુદી-જુદી APMCમાં અનાજના ભાવ શું રહયા, જાણો એક ક્લિક પર..

આ પણ વાંચો:  3 નેતા જેમણે મમતા બેનર્જીના કિલ્લામાં તિરાડ પાડી દીધી અને ભાજપને સીટો અપાવી

શો બીઝ ઈન્ડિયા સુપરપાવરે બોલીવુડના અભિનેતા અને અભિનેત્રીની કમાણીનો ખૂલાસો કર્યો છે. જેમાં પ્રથમ ક્રમાંકે અક્ષય કુમારે તો બીજા ક્રમાંકે રણવીર સિંહનું નામ છે. રણવીર સિંહ બ્રાન્ડ એન્ડોર્સ કરવા માટે 84 કરોડ રુપિયાની જંગી ફી લે છે. જ્યારે ત્રીજા ક્રમાંકની વાત કરીએ તો તેમાં દીપિકા પાદુકોણનું નામ છે જે બ્રાન્ડ એન્ડોર્સીંગ માટે 75 કરોડ રુપિયાની ફી વસૂલ કરે છે.

READ  ગણેશ ઉત્સવ દરમિયાન યુવાનો આ શું કરી રહ્યા છે? VIDEO જોશો તો તમને પણ આવશે શરમ!

 

 

આ લિસ્ટમાં જો ચોથા ક્રમાંક પર નજર કરીએ તો તેમાં અમિતાભ બચ્ચનનું નામ છે જે 72 કરોડ રુપિયા બ્રાન્ડ એન્ડોર્સ માટે લે છે તો પાંચમાં ક્રમાંકે આલિયા ભટ્ટ છે જે 68 કરોડ રુપિયાની જંગી ફી લે છે. તેના પછી બોલીવુડના બાદશાહ શાહરુખાનનો નંબર છઠ્ઠો આવે છે જે 56 કરોડ રુપિયા ચાર્જ કરે છે. વરુણ ધવન 48 કરોડ જ્યારે સલમાન ખાન 40 કરોડ રુપિયાની ફી લે છે. આ રીતે ફિલ્મો સિવાય જાહેરાતો અને બ્રાન્ડ એન્ડોર્સિંગના માધ્યમથી બોલીવુડના સિતારાઓ કમાણી કરે છે.

READ  VIDEO: અમદાવાદમાં ભુયંગદેવ અને ઈસનપુરમાં હિટ એન્ડ રનની ઘટનામાં 1 વ્યક્તિનું મોત

 

Lockdown violators wont be spared, Strict action will be taken : Gujarat DGP Shivanand Jha | Tv9

FB Comments