લતા મંગેશકરના જેવા અવાજમાં ગીત ગાનારી મહિલાની કિસ્મત એક એન્જિનીયરે બદલી દીધી!

કિસ્મત બદલતા વાર નથી લાગતી એવું કહેવામાં આવે છે. રાતોરાત જેને કોઈ ના ઓળખતું હોય તેને દુનિયા ઓળખતી થઈ જાય તેવા કિસ્સાઓ પણ બન્યા છે. રાત્રે એક રેલવે સ્ટેશન પર બેસીને રાનુ મંડલે એક ગીત ગાયું અને તે વાયરલ થઈ ગયું. હિમેશ રેશમીયા જેવા સંગીતકારે સ્થાન આપ્યું અને રાનુ સ્ટાર બની ગયી. હાલ રાનનું એક ગીત તેરી મેરી તેરી મેરી..ભારે વાયરલ થઈ રહ્યું છે જેમાં હિમેશ રેશમીયા પણ જોવા મળી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   VIDEO: એક વિદ્યાર્થી નેતાથી લઈને વિત્ત મંત્રી સુધીની અરુણ જેટલીના જીવનની કહાણી

રાનુ મંડલ પશ્ચિમ બંગાળના રાણાઘાટ રેલવે સ્ટેશન પર ગીત ગાઈને પોતાનું ગુજરાન ચલાવતી હતી. ઘણાં લોકો તેને સાંભળતા અને પૈસા પણ આપતા. ઘણાં લોકો અવગણીને આગળ વધી જતા. એવામાં ત્યાં રેલવે સ્ટેશન પર એતીન્દ્ર ચક્રવતી આવે છે. તેઓ રાનૂનો ગીત ગાતો વીડિયો બનાવી લે છે.

READ  સોશિયલ મીડિયાથી સ્ટાર બનેલા રાનૂ મંડલે વધુ એક ગીત કર્યું રેકોર્ડ, હિમેશ રેશમિયાના સોંગનું થશે રિક્રિએટ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

એતીન્દ્ર એક સોફટવેર એન્જિનિયર છે અને તે પણ રાણાઘાટમાં જ રહે છે અને કામ કરે છે. એતીન્દ્ર પણ ગીત જ્યારે રાનુ ગાઈ રહી હતી ત્યારે સ્ટુડિયોમાં હાજર રહ્યાં હતા અને તેમણે હિમેશ રેશમિયાનો આભાર પણ માન્યો હતો. આ ગીત હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યું છે અને તેમાં હિમેશ રેશમિયા રેનુને માર્ગદર્શન આપતા જોવા મળી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  પાન મસાલા ખાઈને જાહેર માર્ગો પર થુંકનારા ચેતી જજો નહી બચી શકો AMCની ત્રીજી આંખથી- જુઓ વીડિયો

 

એતીન્દ્રે એક વીડિયો રેકોર્ડ કર્યો અને તેને સોશિયલ મીડિયા પર મૂકી દીધો. આ વીડિયો વાઈરલ થયો હતો અને રાતોરાત જ રેનૂની કિસ્મત બદલાઈ ગયી. હિમેશ રેશમિયા તેની આવનારી ફિલ્મમાં પણ રેનુનુ એક ગીત મૂકી શકે છે.

 

Top 9 National News Of The Day: 18/2/2020| TV9News

FB Comments