‘શોલે’ ફિલ્મમાં ‘કાલિયા’ના પાત્રથી જાણીતા થયેલા Bollywoodના દિગ્ગજ અભિનેતા વિજુ ખોટેનું નિધન

ભારતીય સિનેમામાંના પ્રસિદ્ધ અભિનેતા વિજુ ખોટેનું (Viju Khote) 77 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમના મુંબઈ સ્થિત તેમના ઘરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓએ Bollywoodની સુપરહિટ ફિલ્મ ‘શોલે’ ફિલ્મમાં કાલિયાનો રોલ ભજવ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે જ મોત

ગબ્બર સિંહ સાથે તેમનો ડાયલોગ ‘તેરા ક્યા હોગા કાલિયા’ ખુબ જ પ્રચલીત થયો હતો. તેમણે પોતાની કારકિર્દીમાં ચાઈનાગેટ, મેલા, અંદાજ અપના અપના, ગોલમાલ -3 અને નગીના સહિત 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. મરાઠી ફિલ્મો, ટીવી સિરિયલની સાથે ઘણા નાટકો પણ તેમણે ભજવ્યા હતા. તેઓએ 1964માં ‘યા મલક’ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. વિજુએ શોલે ફિલ્મમાં કાલિયાનો રોલ કર્યો હતો જેનાથી તેમને ઓળખ મળી હતી. ઉપરાંત અંદાજ અપના અપના ફિલ્મમાં રોબર્ટનું કેરેક્ટર તેમણે પ્લે કરેલું જે ઘણું ચર્ચામાં રહ્યું હતું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોરોનાના ચેપથી મૃત્યુ થાય તો પોલીસને 25 લાખનું વીમા કવચ, સરકારની જાહેરાત
Oops, something went wrong.
FB Comments