બે જ દિવસમાં બદલાઇ ગઇ દીપિકા ‘પાદુકોણ’, જુઓ લગ્ન પછીની પહેલી તસ્વીરો

Ranveer Dipika-Main_ Tv9

Ranveer Dipika Marriage

બોલીવુડમાં લાંબા સમયથી ‘બાજીરાવ-મસ્તાની’ દીપિકા અને રણવીરના લગ્નની ચર્ચા ચાલી રહી હતી. જે પછી રવિવારે મુંબઇ એરપોર્ટ પર રણવીર સિંઘ સાથે દીપિકા પાદુકોણ નવા અવતારમાં જ જોવા મળી હતી. નવ પરણિત કપલને જોવા માટે એરપોર્ટની બહાર મોટી સંખ્યામાં ફેન્સ એકત્ર થયા હતા.

Ranveer Dipika- TV9
એરપોર્ટની અંદર રણવીર અને દીપિકા

એરપોર્ટની અંદર દીપિકા પોતાના સિમ્પલ લુકમાં જોવા મળી હતી. પરંતુ જેવી તે બહાર નીકળી ત્યારે તેના લુકમાં ચેન્જ જોવા મળ્યો હતો. સિલ્ક ક્રીમ રંગના કુર્તા અને લાલ રંગની હેવી ઓઢણીમાં દીપિકા નવવધૂ અવતારમાં જાજરમાન લાગતી હતી.

Ranveer Dipika_1-Tv9
એરપોર્ટમાંથી બહાર આવતાં સમયે

એટલું જ નહીં તેના માથા પર સિંદૂર, હાથોમાં મેહંદી અને ચૂડા પહેરીને દીપિકા એકદમ આકર્ષક લાગી રહી હતી. રણવીર અને દીપિકા પોતાના ફેન્સનું અભિવાદન કરી રહ્યા હતા.

Ranveer Dipika_4-Tv9
નવા અવતારમાં દીપિકા

રણવીર અને દીપિકાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એરપોર્ટ પર પહોંચ્યા હતા. જેમને જોઇને રણવીરે હાથ હલાવીને પોતાના ફેન્સનો આભાર પણ માન્યો હતો.

રણવીર સિંઘ સફેદ કુર્તા અને તેના પર પિંક જેકેટ પહેરીને જોવા મળ્યો હતો. આ કપલના લગ્ન હાલમાં જ ઇટલીના લેક કોમાં યોજાયા હતા.

Ranveer Dipika_5-Tv9
રણવીરનો પણ શાનદાર લૂક

જે પછી બંને સ્ટાર ભારત પરત ફર્યાા છે. જ્યાં હવે દીપિકાના પરિવાર તરફથી 21 નવેમ્બરના બેંગ્લુરૂમાં રિસેપ્શન આપવામાં આવશે, જ્યારે રણવીરના પરિવાર તરફથી 28 નવેમ્બરના મુંબઇમાં રિસેપ્શન આપવામાં આવશે.

Ranveer Dipika_7-Tv9
મુંબઇ પહોંચ્યા રણવીર-દીપિકા

દીપિકા-રણવીરના લગ્નની તસ્વીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે.

FB Comments

TV9 Web Desk6

Read Previous

27 માળનું ‘એન્ટીલિયા’ છોડી ઇશા અંબાણીને હવે રહેવું પડશે આ ધરમાં !!!

Read Next

તાજમહેલ ફરી વિવાદમાં, પહેલા નમાજ અને હવે તાજમહેલ પરિસરમાં આરતી!

WhatsApp પર સમાચાર