બોલિવુડની જાણીતી અભિનેત્રીઓ માટે ડ્રેસ ડિઝાઈન કરતાં આ દિગ્ગજ કોસ્ટ્યુમ ડિઝાઈનરે લીધી અંતિમ વિદાય

Bollywood ni janiti actress mate dress disign karta aa digaj costume designer e lidhi aantim viday

બોલિવુડની ખ્યાતનામ અભિનેત્રીઓના ડ્રેસ ડિઝાઈનર અને નાટયજગતના કલાનિર્દેશક પરેશ દરૂના ધર્મપત્ની લીનાબેન દરૂનું 81 વર્ષે મુંબઈ ખાતે દુ:ખદ અવસાન થયું છે. લીના દરૂએ આશા પારેખની ફિલ્મ ‘આયે દિન બહાર કે’થી બોલીવુડમાં કામ શરૂ કર્યુ અને 400થી પણ વધુ હિન્દી ફિલ્મોમાં અભિનેત્રીઓનાં કોસ્ટ્યુમ ડિઝાઈન કર્યા. લીનાબેન દરૂએ હેમા માલિની, નીતુસિંગ, જીન્નત અમાન, પરવીન બાબી, કરિશ્મા કપૂર જેવી ખ્યાતનામ અભિનેત્રી સાથે કામ કરીને ઘણા એવોર્ડ મેળવ્યા હતા.

Bollywood ni janiti actress mate dress disign karta aa digaj costume designer e lidhi aantim viday

400થી પણ વધુ ફિલ્મોમાં અભિનેત્રીઓનાં કોસ્ટ્યુમ ડિઝાઈનર તરીકે કામ કર્યું. લમ્હે-ઉમરાવજાન જેવી હિટ ફિલ્મો માટે તેમને નેશનલ એવોર્ડ મળ્યો હતો. તેમને ‘લમ્હે’ ફિલ્મ માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. તેમની શ્રેષ્ઠ ફિલ્મોમાં ઉત્સવ ચાંદની, તેજાબ, લમ્હે, ઉમરાવજાન સાથે આશા પારેખની લગભગ બધી જ ફિલ્મોમાં કોસ્ટ્યુમ ડિઝાઈનીંગનું શ્રેષ્ઠ કાર્ય કર્યું હતુ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મુંબઈગરાઓ માટે ખૂશીના સમાચાર, BEST બસોના ભાડામાં કરાયો ધરખમ ઘટાડો

Bollywood ni janiti actress mate dress disign karta aa digaj costume designer e lidhi aantim viday

લીના દરૂએ ઘણા બધા નાટકોમાં પણ ડ્રેસીંગ બાબતે ઉમદાકાર્ય કર્યું હતુ. તેઓ ખુબ જ સારા ચિત્રકારની સાથે સારૂ નૃત્ય પણ જાણતા હતા. તેમણે નૃત્યાંગનાઓની સાથે અમુક ડાન્સરોમાં કથક જેવી નૃત્યકલાના ડ્રેસીંગ સાથે તેનાં આભુષણ બાબતે પણ કાર્ય કરેલ હતુ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  આકાશ અંબાણીના લગ્નની ખૂશી, અંબાણી પરીવારે મુંબઈના 50 હજાર પોલીસ કર્મચારીઓ માટે મોકલાવી મિઠાઈ !

 

તેમના દુ:ખદ અવસાનથી માત્ર રંગભૂમીને નહીં પણ સિને જગતને મોટી ખોટ પડી છે. યુગના બદલાવ સાથે સિરીયલ યુગમાં ઘણી બધી ટીવી સિરીયલમાં પણ કોસ્ટ્યૂમ ડિઝાઈનર તરીકે ઉમદા કાર્ય કરીને લોકોનાં દિલજીત્યા હતા. તેમની કામ પ્રત્યે નિષ્ઠા હોવાને કારણે તેમના તમામ કાર્યોની સરાહના થતી હતી. જાણીતા લેખક અને ફિલ્મમેકર સંજય છેલે શ્રધ્ધાંજલી આપતાં કહ્યુ કે ઘણી બધી હિરોઈનની સફળતા પાછળ તેમની આગવી સુઝ હતી. તેમના કાર્યોની શ્રેષ્ઠતા સમી ફિલ્મ ‘ચિત્તકાર’, ‘લમ્હે’, ‘ઉમરાવજાન’, ‘ચાંદની’ તથા ‘ઉત્સવ’ને લોકો આજે પણ યાદ કરે છે.

READ  દિલ્હી, મુંબઈ સહિત ગુજરાતના આ શહેરો હાઈ એલર્ટ પર, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપી ખાસ સૂચના

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

હિન્દી અને ગુજરાતી ફિલ્મ, ટીવી, સીરીયલ અને નાટય જગતના ખ્યાતનામ કલાકારો સુજાતા મેહતા, રાજેન્દ્ર બુટાલા, કૌસ્તુભ ત્રિવેદી, મિનળ પટેલ, સંજય ગોરડીયા, સૌમિલ દરૂ જેવા નાના મોટા તમામ કલાકારોએ લીનાબેન દરૂને શ્રધ્ધાંજલિ અર્પણ કરી.

 

FB Comments