ભારતીય વાયુસેનાની એર-સ્ટ્રાઈક પર શું કહી રહ્યું છે બોલીવુડ?

26 ફેબ્રુઆરી,2019ના રોજ ભારતીય વાયુસેનાના 12 ‘મિરાજ-2000’ પ્રકારના વિમાનોએ પાકિસ્તનમાં એર-સ્ટ્રાઈક કરી દીધી છે. વહેલી સવારમાં જ ભારતીય વાયુસેનાના વિમાનોએ પાકિસ્તાનની ધરતી પર જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાને લક્ષ્યાંક બનાવીને બોંબ ફેંકયા હતા.

પાકિસ્તાન આર્મીના પ્રવક્તા તેમજ મેજર જનરલ દ્વારા પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. સવારમાં 5 વાગ્યે આસિફ ગફૂરે આ એર-સ્ટ્રાઈકની વાત સ્વીકારી અને કહ્યું હતું કે ભારતીય વાયુ સેનાના વિમાનો પાકિસ્તાનની સરહદમાં પ્રવેશ્યા હતાં.

પુલવામા હુમલાની જવાબદારી પાકિસ્તાનમાં પોતાનો અડ્ડો જમાવી બેઠેલાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી અને બાદમાં તેને લઈને ભારતીય વાયુસેનાએ પણ એર-સ્ટ્રાઈકમાં આ આતંકવાદી સંગઠનના ઠેકાણાઓ પર કાર્યવાહી કરી હતી.

આ એર-સ્ટ્રાઈક પર ભારતના બોલીવુડ સિતારાઓએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

1. તાપસી પન્નુ
તાપસી પન્નુએ એક ટીવી ચેન્નલની ટ્વિટને શેર કરીને પોતાના ટ્વિટર પર ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું કે આ હુમલા પરથી લાગી રહ્યું છે કે 100 ટકા પ્લાન હતો તેવું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

2. અનુપમ ખેર
અનુપમ ખેરે પોતાના ટ્વિટર પર ‘ભારત માતા કી જય’ લખીને પોતાની પ્રતિક્રિયા આપી હતી.

3. અજય દેવગન
અજય દેવગને પોતાના સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપતા વડાપ્રધાન મોદી અને ભારતીય વાયુ સેનાને સલામ કરી હતી.

4. અક્ષય કુમાર
જાણીતા ફિલ્મ અભિનેતા અક્ષ કુમારે પોતાના ટ્વિટરના માધ્યમથી લખ્યું કે ‘અંદર ઘુસીને મારો’.

5. વિવેક ઑબરોય
વિવેક ઑબરોય આ સ્ટ્રાઈકને બિરદાવીને લખ્યું કે ‘જય હિંદ’

6.કૈલાશ ખેર
કૈલાશ ખેરે આ સ્ટ્રાઈક બાદ ભારતને ‘નવા ભારત’ તરીકે ગણાવ્યું અને લખ્યું કે નવા ભારતને, સાચા ભારતના સપૂતોને સલામ.

7.અભિષેક બચ્ચન
જાણીતા અભિનેતા અભિષેક બચ્ચને પોતાના ટ્વિટર પર લખ્યું કે ‘નમસ્કાર કરું છું’

 

READ  કેન્દ્ર સરકારનો ઇમરાન ખાન સરકાર પર સીધો હુમલો,જો 'નવું' પાકિસ્તાન હોય તો આતંકવાદીઓ સામે 'નવા પગલાં' પણ ભરવા જોઇએ

8.મલ્લિકા શેરાવત
મલ્લિકા શેરાવતે પણ પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું કે ‘ભારત માતા કી જય’

આ પણ વાંચો:  આ 5 ખાસિયતોના લીધે એર-સ્ટ્રાઈક માટે ‘મિરાજ-2000’ વિમાનોની કરાઈ પસંદગી

9.સોનૂ સૂદ
જાણીતા અભિનેતા સોનૂ સૂદ પોતાની સોશિયલ મીડિયા વોલ પર ‘જય હિંદ’ લખ્યું.

10.પરેશ રાવલ
સાંસદ અને ફિલ્મ અભિનેતા પરેશ રાવલે પણ પોતાની પ્રતિક્રિયા ભારતીય વાયુસેનાની એર-સ્ટ્રાઈકને લઈને લખ્યું કે ‘સાચે જ આજે સુંદર સવાર થઈ છે.’

[yop_poll id=1822]

READ  મધ્ય પ્રદેશ બાદ મહારાષ્ટ્રમાં કોંગ્રેસના MLAની ગુંડાગીરીનો VIDEO ખુદ નેતાએ પોતાના ફેસબુક પર પોસ્ટ કર્યો

Latest news stories from around the Gujarat : 18-09-2019 | Tv9GujaratiNews

FB Comments