બોલીવૂડ એક્ટ્રેસ સારા અલી ખાને રાજનીતિમાં આવવાની વ્યક્ત કરી ઈચ્છા! રાજનીતિ સાથે સારા અલી ખાનનું છે જૂનું કનેક્શન!

કેદારનાથ ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યુ કરનાર એક્ટ્રેસ સારા અલી ખાન પોતાની બે ફિલ્મોથી જ ઘણી ફેમસ થઇ ચુકી છે. કેદારનાથ અને સિંબા બંને ફિલ્મમાં જબરજસ્ત એક્ટીંગ કરી પ્રસિધ્ધી મેળવી લીધી છે.

 

 

હાલમાં સારા અલી ખાન ન્યુયોર્કમાં વેકેશન મનાવી રહી છે પરંતુ તેની એક ખબરને લઇને બોલીવૂડ અને રાજનિતીમાં હલચલ મચી ગઇ છે. તેમણે એક ઇન્ટરવ્યુંમા જણાવ્યું કે તેને ભવિષ્યમાં જો મોકો મળશે તો ચોક્કસથી રાજનિતીમાં પ્રવેશ કરશે. સારાએ ઇતિહાસ અને પોલિટીકલ સાયન્સની પણ ડીગ્રી મેળવેલ છે. જો કે હાલ તો એ એક્ટીંગ પર વધારે ફોકસ કરી રહી છે.

READ  આ અભિનેતા 11 દિવસથી છે જેલમાં, કોર્ટે જામીન અરજી પણ કરી નામંજૂર

સારા અલી ખાનના દાદા નવાબ મન્સૂર અલી ખાન પટૌડી કોંગ્રેસ તરફથી વર્ષ 1991 માં ભોપાલથી ચૂંટણી લડ્યા હતા પરંતુ તેઓની ભાજપના સુશીલ વર્મા સામે 1.02 લાખ મતોથી હાર થઇ હતી. આમ, સાર અલી ખાનનો રાજનિતી સાથે ઘણો જુનો સંબંધ છે.

Top news Stories From Gujarat : 21-08-2019 | Tv9GujaratiNews

FB Comments