બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ, 3 દિવસથી હોસ્પિટલમાં છે દાખલ

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન છેલ્લા 3 દિવસથી હોસ્પિટલમાં દાખલ છે. તેનું કારણ તેમની લીવરની તકલીફ છે. તમને જણાવી દઈએ કે પહેલા પણ અમિતાભ બચ્ચન જણાવી ચૂક્યા છે કે તેમનું લીવર માત્ર 25 ટકા કામ કરે છે.

રિપોર્ટસ મુજબ જ્યારે અમિતાભ બચ્ચનની તકલીફ વધી તો તેમને મંગળવારે 2 વાગ્યે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યાં તેમની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. અને હોસ્પિટલમાં દાખલ થયે તેમને 3 દિવસ થઈ ગયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 597 કેસ, કુલ કેસની સંખ્યા 9915 થઈ

અમિતાભ બચ્ચનને લીવરની સમસ્યા ત્યારથી છે, જ્યારે તેમને 1982માં ફિલ્મ ‘કુલી’ દરમિયાન ઈજા થઈ હતી. તેમનું લીવર 75 ટકા કામ કરતું નથી અને તેનું કારણ સિરોસિસ છે. જ્યારે બિગ બીને ઈજા થઈ હતી, ત્યારે ભૂલથી એક એવા બ્લડ ડોનરનું લોહી તેમની સિસ્ટમમાં પહોંચી ગયું, જેને હેપેટાઈટિસ બી વાયરસ હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  IND vs BAN: રાજકોટમાં રોહિતની ધમાલ, ભારતીય ટીમે સીરીઝમાં 1-1થી કરી બરાબરી

 

 

રિપોર્ટસ મુજબ બચ્ચન પરિવારના લોકો સતત અમિતાભ બચ્ચનને મળવા જાય છે. તેમને એક સ્પેશિયલ રૂમમાં રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી કોઈ પણ બોલીવુડ અભિનેતા કે અભિનેત્રી તેમને મળવા પહોંચ્યા નથી, કારણ કે મોટાભાગના લોકોને આ વિશે કોઈ જાણકારી નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  હવામાન વિભાગની આગાહી, 24 કલાકમાં પડી શકે છે ભારે વરસાદ, વડોદરા પર સંકટ યથાવત

Oops, something went wrong.
FB Comments