મરાઠા અનામતને લઈને બૉમ્બે હાઈકોર્ટે આપ્યો આ ચૂકાદો, જાણો સરકારને શું કહ્યું?

મરાઠા અનામતને લઈને કોર્ટે પોતાનો ફેંસલો સંભળાવી દીધો છે. બોમ્બે હાઈકોર્ટે મરાઠા અનામતને હટાવી નથી. સરકાર દ્વારા 16 ટકા અનામત આપવામાં આવી હતી. જો કે કોર્ટે આ બાબતે ટિપ્પણી કરીને કહ્યું કે 16 ટકા અનામત તો સંભવ નથી પણ 12થી 13 ટકા આપી શકાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સોમનાથ મંદિરમાં રોશનીનો અલૌકિક નજારો! દીવડાઓથી ઝળહળ્યું મંદિર, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનને લઈને સરકારે 16 ટકા અનામત આપી હતી અને તેને લઈને આજે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી. કોર્ટે અનામત રદ કર્યા વિના ટિપ્પણી કરી છે કે સરકાર વિશેષ સંજોગોમાં 50 ટકાથી વધારે અનામત આપી શકે છે. સરકારે જે 16 ટકા અનામત આપી છે તે શક્ય નથી પણ 12થી 13 ટકા અનામત આપવી શક્ય છે.

READ  અંકલેશ્વર: શિક્ષક માર મારતા રહ્યાં અને વિદ્યાર્થીએ વીડિયો ઉતારી લીધો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ મરાઠા અનામત આંદોલનનો હવે અંત આવી શકે છે તેવું કોર્ટની ટિપ્પણી દ્વારા લાગી રહ્યું છે. કોર્ટે પણ વિશેષ પરિસ્થિતિમાં આપવામાં આવેલી અનામતને માન્ય ગણાવી છે.

આ પણ વાંચો:  લુધિયાણાની સેન્ટ્રલ જેલમાં પોલીસ અને કેદીઓ વચ્ચે ખેલાયો ખુની ખેલ, જુઓ અથડામણનો આ VIDEO

FB Comments