ગુજરાતમાં સુસવાટા મારતા બર્ફીલા પવન અને હાડ થીજવતી ઠંડીનો સપાટો, હજી બે દિવસ રહેશે આકરા : જુઓ તમારા શહેરમાં કેટલો ગગડ્યો પારો : VIDEO

ઉત્તર ભારતમાં ભારે બરફ વર્ષાની અસરથી સમગ્ર ગુજરાત કડકડતી ઠંડીથી ધ્રુજી રહ્યું છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં બર્ફીલા પવન અને હાડ થીજવતી ઠંડીએ સપાટો બોલાવ્યો છે કે જેનાથી જનજીવન પર અસર થઈ છે.

ભારે પવન અને ઠંડીના કારણે લોકો ઘરમાંથી નિકળવાનું ટાળી રહ્યા છે. આજે રવિવારનો રજાનો દિવસ છે અને હરવા-ફરવાના શોખીનો માટે જોકે મોસમ ખુશનુમા છે, પરંતુ ભારે ઠંડીના પગલે મોડી રાત સુધી જાગનારા-ફરનારા શહેરીજનો જલ્દી ઘેર ભેગા થઈ જવા મજબૂર બન્યા છે.

READ  લાંબા વિલંબ બાદ આખરે ગુજરાત માટે ભાજપે જાહેર કર્યા 15 ઉમેદવારોના નામ, મોટેભાગના ઉમેદવારો થયા રિપીટ, કોણે મળી ક્યાંથી ટિકિટ

આ પણ વાંચો : ગુજરાતમાં ગોઝારો અકસ્માત, રાજકોટ-ભાવનગર હાઈવે બન્યો રક્તરંજિત, 4 સગા ભાઇઓ સહિત 5ના મોત : VIDEO

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી શીત લહેર છે. હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ત્યારે હજુ પણ બે દિવસ સુધી ઠંડી વધારે રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, રાજકોટ, ભાવનગર, પોરબંદર અને દીવમાં કોલ્ડ વેવની અસર છે. હિમાલયથી આવતાં બર્ફિલા પવનને કારણે રાજ્યમાં ઠંડી વધી છે.

READ  રાજયમાં કાળઝાળ ગરમીનો કહેર યથાવત, હવામાન વિભાગએ આગાહી બાદ તમારા આગામી 2 દિવસના પ્લાન થઈ શકે છે CANCEL

આ પણ વાંચો : આ બૉલીવુડ ફિલ્મમાં પણ જોવા મળશે વાઘા બૉર્ડરની બીટિંગ રિટ્રીટ સેરેમની, આ એક્ટરે વાઘા બૉર્ડર પર કર્યું LIVE શૂટિંગ : જુઓ VIDEO

આજે કચ્છનું નલિયા 7 ડિગ્રી સાથે સૌથી ઠંડુ રહ્યું. તો ડીસામાં 8 ડિગ્રી, રાજકોટ 8.7 ડીગ્રી, દીવ 8.5 ડીગ્રી અને વલસાડમાં 8.1 તાપમાન નોંધાયું છે. જ્યારે કંડલા એરપોર્ટ પર 9 ડિગ્રી, અમદાવાદમાં 9.8, ગાંધીનગરમાં 9.9 ડીગ્રી તાપમાન નોંધાયું છે. તો કંડલા પોર્ટમાં 10 ડીગ્રી તાપમાન નોંધાયું છે.

READ  Junagadh : 2 died during treatment of swine flu in Rajkot

જુઓ વીડિયો :

[yop_poll id=836]

Bopal-Ghuma to get Narmada water by next year, Ahmedabad | Tv9GujaratiNews

FB Comments