મોદી સરકારની વિદેશમાં વધુ એક કમાલ, દુનિયાનો સૌથી મોટો ક્રિકેટ સટ્ટાબાજ 18 વર્ષો બાદ લાવવામાં આવશે ભારત

ક્રિકેટ સટ્ટાબાજ સંજીવ ચાવલાને ભારત લાવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. બ્રિટનની અદાલતે સંજીવના ભારત પ્રત્યર્પણને મંજૂરી આપી દિધી છે.

સંજીવ ચાવલાના પ્રત્યર્પણને મંજૂરી મોદી સરકારની મોટી સફળતા ગણાવાઈ રહી છે. મોદી સરકારે ભાગેડું ગુનેગારો પર સકંજો કસ્યો છે.

આ પણ વાંચો : મોદી પર રિલીઝ થનાર બાયોપિકનો ફર્સ્ટ લુક શું જોયો આપે ? જો ના, તો રાહ કોની જુઓ છો ? Click કરો અને જોઈ લો

પહેલા તો ઑગસ્ટા વેસ્ટલૅંડ કૌભાંડના વચેટિયા ક્રિશ્ચિયન મિશેલ પર સકંજો કસાયો અને પછી બૅંકોને 13 હજાર કરોડનો ચૂનો ચોપડી લંડન ભાગી જનાર વિજય માલ્યાને દેશનો પ્રથમ આર્થિક ભાગેડું ગુનેગાર જાહેર કરાયો અને હવે સંજીવ ચાવલાનો હિસાબ કરવાનો સમય આવી ગયો છે.

આ પણ વાંચો : 2011 બાદ પહેલી વાર જુઓ ટીમ ઇન્ડિયાનો આવો દિલ ખુશ કરી દેનાર ડાન્સ કરતો VIDEO

સંજીવ ચાવલા વર્ષ 2000માં દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમના તે વખતના કૅપ્ટન હૅંસી ક્રોનિએ સાથે જોડાયેલ મૅચ ફિક્સિંગ કેસનો મુખ્ય આરોપી છે. હવે આ કેસ આપરાધિક પ્રત્યર્પણના આદેશ માટે ગૃહ સચિવ સાજિદ જાવિદ પાસે જશે.

આ પણ વાંચો : 2019માં શનિ મહારાજની શરારતોથી આ 6 રાશિઓના જાતકો રહેશે હેરાન-પરેશાન, બાકી 6 રાશિઓના જાતકોને થશે ઘી-કેળા

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

નવેમ્બરમાં બ્રિટિશ અદાલતે બુકી સંજીવ ચાવલાને ભારત પ્રત્યર્પિત કરવા વિરુદ્ધ નિચલી અદાલતના ચુકાદાને રદ કર્યો હતો.

ચાવલા પર આરોપ છે કે વર્ષ 2000માં દક્ષિણ આફ્રિકા ટીમના ભારત પ્રવાસ સમયે તેણે મૅચ ફિક્સ કરી. હૅંસી ક્રોનિએએ પણ પાછળથી મૅચ ફિક્સિંગની વાત સ્વીકારી હતી. જોકે એક વિમાન દુર્ઘટનામાં ક્રોન્યેનું મોત થઈ ગયુ હતું.

આ પણ વાંચો : ગુજરાતી ક્રિકેટર પુજારા કાંગારૂઓને ક્રિકેટમાં હરાવી તો શકે, પણ ડાન્સ નથી કરી શકતો : જુઓ પુજારાનો FUNNY DANCE VIDEO

સંજીવ ચાવલા 1996માં બ્રિટન જતો રહ્યો હતો. તેની લંડનમાં જૂન-2016માં ધરપકડ કરવામાં આવી હતી. તે બિઝનેસ વિઝ વડે ભારતથી બહાર ગયો હતો. ભારતે વર્ષ 2000માં જ તેનો પાસપોર્ટ રદ કર્યો હતો, પરંતુ સંજીવે 2005માં બ્રિટનનો પાસપોર્ટ લીધો હતો અને હાલમાં તે બ્રિટનનનો નાગરિક છે.

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Captured on CCTV: Miscreants seen stealing silver ornaments in a temple in Amreli| TV9News

FB Comments

TV9 Web Desk7

Read Previous

મોદી પર રિલીઝ થનાર બાયોપિકનો ફર્સ્ટ લુક શું જોયો આપે ? જો ના, તો રાહ કોની જુઓ છો ? Click કરો અને જોઈ લો

Read Next

ભાજપનાં પૂર્વ MLA જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેને ગોળી મારી હત્યા

WhatsApp પર સમાચાર