બુટલેગરના આતંકનો અંત ક્યારે? 2 બુટલેગરો વચ્ચે જૂની અદાવતમાં ફાયરિંગ, ઘટનામાં નિર્દોષ યુવાનની હત્યા

પ્રતિકાત્મક તસવીર

સુરતમાં ખુલ્લેઆમ ફાયરિંગ થવાની ઘટના સામે આવી છે. ફાયરિંગની આ ઘટના સુરતના પલસાણા તાલુકાના જોળવા ગામે બની છે. ગામના મુખ્ય રસ્તા પર 2 બુટલેગર વચ્ચે અંગત અદાવતમાં ફાયરિંગ થયું હતું. બંને બુટલેગરો વચ્ચે 2 દિવસ અગાઉ ઝગડો થયો હતો. જેમાં એક બુટલેગરે તેના સાગરીતોને બોલાવી બીજા બુટલેગર પર ફાયરિંગ કર્યું હતું.

આ પણ વાંચો: રોડ કેમ ન બનાવ્યો કહીને લોકોએ મેયરને ગાડી પાછળ બાંધીને ઢસડ્યા, જુઓ VIDEO

અંદાજે 5થી 6 રાઉન્ડ ફાયરિંગ કરતા બુટલેગરના શરીર પર 3 ગોળી વાગી હતી. આ બનાવ દરમિયાન એક નિર્દોષ યુવાન ઘટના સ્થળેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ફાયરિંગમાં તેને છાતીના ભાગે ગોળી વાગતા તેની હત્યા થઈ હતી. બીજી તરફ તમામ ઘાયલોને કડોદરા નજીક આવેલી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા. મુખ્ય રોડ પર આડેધડ ફાયરિંગની ઘટનાને લઈ પોલીસે બુટલેગર બન્નો તેમજ અન્ય આરોપીઓને ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. પરંતુ દારૂબંધી વચ્ચે પણ પોલીસના નાક નીચે બુટલેગરો આટલા બેફામ બનતા કાયદો અને વ્યવસ્થા સામે પણ સવાલ થાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આજનું રાશિફળઃ આ રાશિના જાતકોને નવા કાર્યની શરૂઆત કરવા માટે શુભ સમય નથી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments