જાણો કેમ સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે તાપસી પન્નૂની ફિલ્મ થપ્પડનો વિરોધ

boycott-thappad-thappad-controversy-taapsee-pannu-says-does-that-really-affect-the-film-thappad

અભિનેત્રી પન્નૂ અને બોલીવુડના ફેમસ ડાયરેકટર અનુભવ સિન્હાની ફિલ્મ થપ્પડ રીલીઝ થઇ ચૂકી છે. આ ફિલ્મ એ એક એવી મહિલાની કહાણી છે જે પોતાના પતિના થપ્પડને સહન કરવા નથી માંગતી. આ ફિલ્મે એક થપ્પડ દ્વારા સમાજ અને સમાજની ખરાબ વિચારધારા પર સીધો પ્રહાર કર્યો છે. જ્યાં એક તરફ ટેલેન્ટેડ એકટ્રસૅ અને જબરદસ્ત રાઇટિંગને કારણે આ ફિલ્મ લોકોને ખુબ પસંદ આવી રહી છે, ત્યારે બીજી તરફ ટ્વીટર પર #BoycottThappad દ્વારા ઉગ્રતાથી વિરોધ કરાય રહ્યો છે.  જે વિરોધ થઈ રહ્યો છે તે  ફિલ્મની સાથે સંકળાયેલી નથી પણ અનુભવ સિંહા અને તાપસી પન્નૂને લઇને છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદમાં 3મેના રોજ ક્યા ક્યા વિસ્તારમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા?, જુઓ લિસ્ટ

-boycott-thappad-thappad-controversy-taapsee-pannu-says-does-that-really-affect-the-film-thappad

આ પણ વાંચો :   કોંગ્રેસના MLAને ભાજપમાં જોડાવવા મામલે જીતુ વાઘાણીનું નિવેદન, “ભાજપનું મન સૌની માટે ખુલ્લું”


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ફિલ્મ થપ્પડ રિલીજ થયાની આગલી રાત્રે જ ટ્વિટર પર #BoycottThappad ટ્રેન્ડ થતું જોવા મળ્યુ હતુ. મુંબઈમાં થયેલી એન્ટી-સીએએ રેલી જેમાં તાપસી પણ સામેલ હતી. મિડીયા રિપોર્ટસ દ્વારા જાણવા મળ્યુ છે કે થોડા સમય પહેલા મુંબઇના કાર્ટર રોડ પર નાગરિકતા સંશોધન અધિનિયમના વિરોધની રેલીમાં અનુરાગ કશ્યપ, દિયા મિર્જા અને બોલીવુડના બીજા એકટર્સ સહિત તાપસી પન્નૂ પણ સામેલ હતી. જેથી કેટલાક લોકો એ આ વાતને લઈને અનુરાગ અને તાપસીની ફિલ્મનો વિરોધ કર્યો છે.

READ  વડોદરામાં ઠેર-ઠેર ભરાયા પાણી, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

એક યૂઝર્સ લખ્યુ છે કે , પહેલા દિપીકા અને હવે તાપસી. આમ, એકટર્સ પોતાની ફિલ્મના પ્રમોશન માટે રાષ્ટ્રીય મુદ્દાનો ઉપયોગ કરે છે ત્યારે બીજા યૂઝર્સે લખ્યુ છે ,” હું ઘરેલુ હિંસાની વિરોધમાં છું પણ થપ્પડનો વિરોધ કરુ છુ, કારણ કે હું ફિલ્મ મેકર્સને સબક શિખવવા માંગુ છું.  જેઓએ CAAની વિરોધમાં ખોટી ખબરો ફેલાવી છે. આવી જ રીતે બીજા ઘણા લોકો એ ફિલ્મનો વિરોધ કર્યો છે.  આમ આ ફિલ્મને લઈને બે ભાગ ટ્વીટર પર જોવા મળી રહ્યાં છે અને #BoycottThappad  ટ્વીટર પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. જો કે આ વિરોધ અંગે તાપસીનું નિવેદન પણ આવી ગયું છે તેઓએ કહ્યું કે કોઈપણ એક્ટરની અંગત વિચારધારા તેના કામ પર અસર નથી કરતી અને કરવી પણ ના જોઈએ.  ઉપરાંત ટ્વીટરમાં કોઈપણ ટ્રેન્ડને લઈને તેઓએ કહ્યું કે તે આજકાલ સરળ વાત છે.

READ  કોરોનાના સંકટ વચ્ચે વડોદરાથી આવ્યા સારા સમાચાર, વધુ એક દર્દી થયો સ્વસ્થ

 

Oops, something went wrong.
FB Comments