ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચની મસ્જિદમાં ગોળીબાર, 40 લોકોના મોત, 1 મહિલા સહિત 4 લોકોની અટકાયત, એર ન્યૂઝીલેન્ડે પોતાની ફ્લાઇટો રદ્દ કરી

ન્યૂઝીલેન્ડના દક્ષિણ ટાપુ પર આવેલા ક્રાઇસ્ટચર્ચ શહેર ખાતે એક મસ્જિદમાં શૂટઆઉટની ઘટના સામે આવી છે. જેના બાદ તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો છે. પોલીસે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે સેન્ટ્રલ ક્રાઇસ્ટચર્ચ ખાતે મસ્જિદમાં થયેલા ફાયરિંગનો પોલીસ જવાબ આપી રહી છે.

તમામ અપડેટ : 

આ મામલે વડાપ્રધાન જૈસિંડા અર્ડર્ને આપેલ માહિતીમાં જણાવ્યું કે, અત્યાર સુધીમાં 40 લોકોના મોત થયા છે. જેમાં 30 લોકો ડીન એવન્યૂ મસ્જિદમાં તો 10 લોકો લિનવુડ એવન્યૂ મસ્જિદમાં મોત થઈ છે. આ એક આતંકવાદી હુમલો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.

તાજેતરમાં ન્યૂઝીલેન્ડ પોલીસે એક મહિલા સહિત 4 લોકોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ હાથ ધરી છે.

READ  વિશ્વ કપની આજની મેચમાં ન્યૂઝીલેન્ડની સામે શ્રીલંકાને જીતવું મુશ્કેલ પડી શકે છે, જુઓ VIDEO

ન્યૂઝીલેન્ડ વડાપ્રધાને મુસ્લિમ સમાજના લોકો પાસે પણ સહકારની અપીલ કરી છે.

આ તરફ એર ન્યૂઝીલેન્ડે પણ દેશની સ્થિતિને જોતાં પોતાની ફ્લાઇટો રદ્દ કરી

આ ઘટના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. એટલું જ નહીં હુમલાખોર જ્યારે હુમલો કરી રહ્યો હતો ત્યારે Facebook પર લાઇવ પણ હતો. અને તેનો વીડિયો તેને શેર કર્યો છે. જેને 17 મિનિટનો લાઇવ વીડિયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે ફાયરિંગની ઘટના બાદ એક મસ્જિદમાં અનેક લોકો માર્યા ગયા છે, જ્યારે બીજી એક મસ્જિદને ખાલી કરાવવામાં આવી છે. આ વ્યક્તિએ સેનાની વર્દી પહેરી છે. ઇસ્લામ વિરોધી અને તેને 37 પાનાનું મેનિફેસ્ટો આપ્યું છે જેમાં તેને ઇસ્લામનો વિરોધ વ્યક્ત કર્યો છે.

READ  દુનિયાના એવા 14 પ્રદેશો કે જેને અંગ્રજોથી આજ દિન સુધી નથી મળી આઝાદી! જાણો કયા-કયા છે આ પ્રદેશ

આ તરફ સમગ્ર ઘટનાને ગંભીરતાથી જોતાં ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ મેચ પણ રદ્દ કરવામાં આવી છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જૈસિંડા અર્ડર્ને જણાવ્યું કે આ દેશ માટે કાળો દિવસ છે. ન્યૂઝીલેન્ડમાં આ પ્રકારની હિંસક ઘટનાઓ માટે કોઇ જ સ્થાન નથી. તેના પર કડક કાર્યવાહી લેવામાં આવશે.

#NewZealand: At least 27 dead as gunman opens fire in Christchurch mosques #Christchurch #TV9News

#NewZealand: At least 27 dead as gunman opens fire in Christchurch mosques#Christchurch #TV9News

TV9 Gujarati यांनी वर पोस्ट केले गुरुवार, १४ मार्च, २०१९

ન્યૂઝીલેન્ડના પોલીસ કમિશનર માઈક બુશના જણાવ્યાં મુજબ હુમલાખોર પર કાબુ મેળવવા માટે પૂરતા પ્રયત્નો થઈ રહ્યાં છે. પરંતુ સ્થિતિ ગંભીર છે. ક્રાઈસ્ટચર્ચમાં એક સક્રિય શૂટરના કારણે સ્થિતિ ગંભીર બની ગઈ છે.

READ  ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ ! ગુજરાતમાં ટીચરોને લઈને સરકારે જાહેર કર્યો એક પરિપત્ર અને ગણતરીના કલાકોમાં જ કરી નાખ્યો રદ્દ

ખાસ વાત એ છેકે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ પણ ત્યાં હાજર હતી. રિપોર્ટ પ્રમાણે બાંગ્લાદેશની ટીમ ત્યાંથી સલામત રીતે નીકળી ગઈ હતી. બાંગ્લાદેશના પત્રકાર મોહમ્મદ ઇસ્લામે ટ્વિટ કર્યું છે કે, હગલે પાર્ક ખાતે એક મસ્જિદમાં જ્યારે શૂટઆઉટ થયું ત્યારે આખી બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ ત્યાં હતી. શૂટઆઉટમાં અન્ય લોકોની સાથે બાંગ્લાદેશની ટીમનો બચાવ થયો છે.

આ ઉપરાંત બાંગ્લાદેશના ક્રિકેટર તમિમ ઇકબાલે પણ એક ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, બાંગ્લાદેશની ટીમ શૂટરો જ્યાં હતા ત્યાંથી બચીને નીકળી ગઈ હતી.

Oops, something went wrong.

FB Comments