કઝાકિસ્તાનમાં ઉડાન ભરતી વખતે પ્લેન ક્રેશ, દૂર્ઘટનામાં 15 લોકોના મોત

breaking-kazakhstan-plane-crash-seven-dead

કઝાકિસ્તાનના અલ્માટી શહેરની પાસે એક યાત્રા વિમાન ઉડાન ભરતી વખતે જ ક્રેશ થઈ ગયું છે. આ દૂર્ઘટનામાં કુલ 15 લોકોના જીવ ગયા છે. આ વિમાન બેક એરલાઈન્સ કંપનીનું હતું અને તે શુક્રવારના રોજ અલ્માટી હવાઈમથકેથી ઉડાન ભરી રહ્યું હતું ત્યારે આ દૂર્ઘટના ઘટી છે. આ વિમાનમાં કુલ 95 યાત્રીઓ જ્યારે 5 ક્રુ મેમ્બર સવાર હતા અને વિમાન અલ્માટીથી રાજધાની નુર સુલતાન જઈ રહ્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જાણો રવિના ટંડન, ફરાહ ખાન અને ભારતી સિંહ પર કેમ નોંધાઈ પોલીસ ફરિયાદ?

breaking-kazakhstan-plane-crash-seven-dead

આ પણ વાંચો :   રાજકોટમાં ડેન્ગ્યુથી વધુ એક મોત! 28 વર્ષીય યુવાનનું ડેન્ગ્યુને કારણે મોત, જુઓ VIDEO

ઉડાન ભરી અને બેકાબૂ બનીને વિમાન 2 માળની બિલ્ડીંગ સાથે ટકરાઈ ગયું

આ વિમાન અલ્માટીથી નૂર સુલતાન જવા માટે જેવું ઉડ્યું તરત જ 2 માળની બિલ્ડીંગ સાથે ટકરાઈ ગયું હતું. આ ઘટનાની જાણકારી બાદ બચાવ ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતો. બચાવકાર્યમાં લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. બિલ્ડીંગ સાથે ટકરાઈ જવાથી કાટમાળમાંથી લોકોને બહાર કાઢવામાં બચાવ ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

READ  ઓસ્ટ્રેલિયામાં લાગી ભયંકર આગ: 200 ઘર બળીને ખાખ, 7 લોકોના મોત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

breaking-kazakhstan-plane-crash-seven-dead

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કઝાકિસ્તાનની આતંરિક પ્રેસ સેવા દ્વારા આ વિમાનની દૂર્ઘટના અંતે પુષ્ટિ કરવામાં આવી છે. કહેવામાં આવ્યું કે 24 લોકોને ગંભીર ઈજાઓ આ ઘટનામાં પહોંચી છે અને તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. દૂર્ઘટનામાં માર્યા ગયા લોકોની ઓળખાણ કરવામાં આવી રહી છે. આ દૂર્ઘટના કેવી રીતે ઘટી તેને લઈને એક તપાસ કમિટિનું ગઠન પણ કરવામાં આવ્યું છે.

READ  ખરીદનાર ન મળતાં હવે નવી યોજના, જાણો કેટલો એર ઈન્ડિયાનો હિસ્સો વેચાશે?

 

Oops, something went wrong.
FB Comments