જૂનાગઢ મેંદરડા રોડ પર પુલના થયા ત્રણ ટુકડા, જુઓ VIDEO

જૂનાગઢ મેંદરડા રોડ પર પુલના થયા ત્રણ ટુકડા. દુર્ઘટના ઘટી ગઈ ત્યારબાદ સવાલ આવે કે વાંક કોનો? જવાબદારો પાસે જ્યારે આ સવાલનો જવાબ માગ્યો, તો હવે આરોપ અને પ્રતિઆરોપનો દૌર શરૂ થયો છે. માર્ગ અને મકાન વિભાગે આક્ષેપ કર્યો છે કે, વન વિભાગની બેદરકારી આ ઘટના માટે જવાબદાર છે. સેક્સન ઓફિસરનો આરોપ છે કે, 2016માં પુલના નવિનીકરણ માટે મંજૂરી માગવામાં આવી હતી, પરંતુ વનવિભાગે મંજૂરી આપી જ નહીં. માર્ગ અને મકાન વિભાગના આરોપને ફગાવી દેતા વન વિભાગે કહ્યું છે કે, પુલના નવિનીકરણ માટે મંજૂરી આપી જ દેવાઈ હતી. વન વિભાગે આ મંજૂરી આપ્યાની નકલ પણ જાહેર કરી છે અને માર્ગ-મકાન વિભાગની આરોપોને રદિયો આપ્યો છે. બંને જવાબદાર વિભાગો એકબીજા પર દોષનો ટોપલો ઢોલી રહ્યા છે.

READ  અમદાવાદમાં BRTS કોરિડોરમાં AMTS અને STની બસ માટે નો-એન્ટ્રી, જાણો શા માટે કરાયો પ્રતિબંધ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતની APMCના જાણો જુદા-જુદા પાકોના ભાવ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  હવામાન વિભાગની આગાહીએ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો, પહેલાથી જ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન

 

FB Comments