‘બોર્ડર’ના ‘અસલી હીરો’ કુલદીપ સિંહનું નિધન, પાકિસ્તાનને કરી દીધું હતું ધૂળ ચાટતું

Kuldeep-Singh_Border_Tv9News
Kuldeep-Singh_Border_Tv9News

જે પી દત્તાની યાદગાર ફિલ્મ ‘બૉર્ડર’ની સ્ટોરીના મુખ્ય સૂત્રધાર કે જેમના પર આ ફિલ્મ બનાવવામાં આવી અને 1971માં પાકિસ્તાન સામે લોંગેવાલા પોસ્ટ પર થયેલી જંગના હીરો બ્રિગેડીયર કુલદીપસિંહ ચાંદપુરીનું નિધન થયું છે. 78 વર્ષીય કુલદીપસિંહે શનિવારે મોહાલીની ફોર્ટિસ હોસ્ટિપલમાં અંતિમ શ્વાસ લીધા. તેમની કેન્સરની સારવાર ચાલી રહી હતી.

1971- યુદ્ધ સમયે મેજરનાં પદ પર હતા કુલદીપ સિંહ ચાંદપુરી

જેપી દત્તાની બોર્ડર ફિલ્મ લોંગેવાલાની લડાઈ પર આધારિત હતી જેમાં અભિનેતા સન્ની દેઓલે કુલદીપસિંહનું પાત્ર ભજવ્યું હતું. એ સમયે તેઓ મેજર હતા. 1971માં રાજસ્થાનના લોંગેવાલામાં બ્રિગેડિયર ચાંદપુરીએ 100 ભારતીય જવાનો સાથે પાકિસ્તાનના 2 હજાર સૈનિકો પર જીત મેળવી હતી.

READ  પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો અમિતાભ બચ્ચન ગણાતો આ એક્ટર હૉસ્પિટલમાં લડી રહ્યો છે જીવનની સૌથી મુશ્કેલ લડાઈ, નથી ખાવાના પૈસા કે નથી સારવાર માટે એક પણ રૂપિયો, કરોડોના બંગલામાં રહેનાર હીરો આજે રહે છે વૃદ્ધાશ્રમમાં
kuldeep_Border- Tv9
kuldeep_Border- Tv9

ચાંદીપુરીના નેતૃત્વ હેઠળ બહાદુર જવાનોને આ દળે પાકિસ્તાની સૈનિકોનો ડટીને સામનો કર્યો હતો અને તેમને ખદેડ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ લડાઈ વખતે તેમની ઉંમર માત્ર 22 વર્ષ હતી અને તેમને પંજાબ રેજિમેન્ટની 23મી બટાલિયનનું નેતૃત્તવ સોંપવામાં આવ્યું હતું. લોંગેવાલામાં આ બહાદુરી દેખાડવા બદલ કુલદીપસિંહને મહાવીર ચક્રથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. ચાંદપુરી જ્યારે ભારતીય સેનામાંથી રિયાયર થયાં ત્યારે તેઓ બ્રિગેડિયરના હોદ્દા પર કાર્યરત હતા.

READ  કાશ્મીરમાં સેના જવાનના અપહરણ થવાની વાત પર રક્ષા મંત્રાલયે કરી સ્પષ્ટતા,'કોઇ જવાનનું અપહરણ થયું નથી'

કુલદીપસિંહનો જન્મ 22 નવેમ્બર, 1940ના દિવસે અવિભાજિત ભારતના પંજાબ ક્ષેત્રમાં થયો હતો. ત્યારબાદ તેમનો પરિવાર પૈતૃક ગામ ચાંદપુર રુડકી આવી ગયો હતો, જે પંજાબના બલચૌરમાં આવેલું છે. કુલદીપસિંહ તેમના માતા-પિતાના એકમાત્ર સંતાન હતા. વર્ષ 1962માં હોંશિયારપુર કોલેજથી ગ્રેજ્યુએશન કર્યું હતું જે દરમિયાન તેઓ NCCના સક્રિય સભ્ય રહ્યાં હતાં. કુલદીપસિંહના પરિવારમાં તેમની પત્ની અને 3 દીકરાઓ છે.

READ  જાણો MS ધોની શ્રીનગરમાં આર્મી જવાનો સાથે શું કામ કરે છે? એક ફોટો થયો સોશિયલ મીડિયામાં વાઈરલ

વર્ષ 1962માં જ તેઓ ભારતીય સેનામાં સામેલ થયા અને ચેન્નાઈના ઓફિસર્સ ટ્રેઈનિંગ એકેડમીથી કમિશન પ્રાપ્ત કર્યું અને પંજાબ રેજિમેન્ટની 23મી બટાલિયનનો ભાગ બન્યાં. કુલદીપસિંહે વર્ષ 1965 અને 1971ના યુદ્ધમાં ભાગ લીધો હતો અને આ યુદ્ધોમાં તેમની વીરતાની ઘણી પ્રશંસા પણ મળી હતી. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રના આપાતકાલીન બળમાં સેવાઓ આપી અને 2 વખત મધ્યપ્રદેશના મહૂ ઈન્ફન્ટ્રી સ્કૂલમાં ઈન્સ્ટ્રક્ટર પણ રહ્યાં હતાં.

FB Comments