જાણો કેવી રીતે અંગ્રેજોએ 165 વર્ષ પહેલા અયોધ્યામાં સર્જાયેલા વિવાદને કર્યો હતો શાંત!

Babri Masjid demolition file photo (1992) Credit- T. NARAYAN

Babri Masjid demolition file photo (1992) Credit- T. NARAYAN

ધાર્મિક નગરી અયોધ્યા ફરી એક વાર ચર્ચામાં છે. વિશ્વ હિન્દૂ પરિષદ જ્યાં અહીં ધર્મ સંસદ કરવા જઈ રહ્યું છે ત્યાં બીજી બાજુ શિવસેના પણ અહીં મોટો કાર્યક્રમ કરી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય પોલીસ પ્રશાસને સુરક્ષાનો કડક બંદોબસ્ત કર્યો છે. અયોધ્યાના વિવાદિત સ્થળનો મામલો દેશની સૌથી મોટી અદાલતમાં પેન્ડિંગ છે.

વિશ્વ હિન્દૂ પરિષદ, શિવસેના અને સાધુ-સંતોનો આરોપ છે કે કોર્ટ જાણીજોઈને આ મામલો લટકાવી રહી છે. તેઓ ઈચ્છે છે કે સરકાર સંસદમાં અધ્યાદેશ લાવીને અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો રસ્તો કરે. કેટલાક સાધુ-સંતો તો એવું પણ નિવેદન આપી ચૂક્યા છે કે તેઓ કોર્ટના નિર્ણયની રાહ જોયા વગર જ આંદોલન કરીને એક જ ઝાટકે અહીં રામ મંદિર બનાવી દેશે. આવા નિવેદનોને ધ્યાનમાં રાખીને પ્રદેશ સરકારે અયોધ્યામાં સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત બનાવી દીધો છે.

એ તો આપણે સૌ કોઈ જાણીએ છે કે અયોધ્યામાં હિંદૂ સંગઠનોના કાર્યકર્તાઓએ 6 ડિસેમ્બર, 1992માં બાબરી મસ્જિદ હટાવી દીધી હતી. આ ઘટના બાદ આ સમગ્ર મામલાએ રાજકીય રંગ પકડી લીધો છે. બાબરી ધ્વંસ બાદ આ વિવાદિત સ્થળ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ હતી. હાલ આ મામલો કોર્ટમાં છે. આજની યુવા પેઢી માને છે કે વર્ષ 1992ની ઘટના બાદ જ આ ઘટના સમાચારોમાં છે, પરંતુ તમને જણાવી દઈએ કે અયોધ્યામાં આ વિવાદિત સ્થળને લઈને આશરે 165 વર્ષ પહેલા પણ સાંપ્રદાયિક હિંસા થઈ હતી.

Babri Masjid demolition file photo (1992) Credit- T. NARAYAN
Babri Masjid demolition file photo (1992) Credit- T. NARAYAN

ઈતિહાસ દ્વારા સમજીએ આ વિવાદિત સ્થળનો ઈતિહાસ

ફરગાનના આક્રમણકારી જહિર ઉદ-દિન મુહમ્મદ બાબરે 1526 ઈ. માં પાણીપતના પ્રથમ યુદ્ધમાં દિલ્હી સલ્તનતના અંતિમ વંશના સુલ્તાન ઈબ્રાહીમ લોદીને હરાવીને ભારતમાં પ્રવેશ મેળવ્યો હતો. તે સાથે જ બાબરે ભારતમાં મુઘલ વંશની સ્થાપના કરી હતી. ઈતિહાસકાર માને છે કે ભારતમાં આવતા જ બાબરે અહીં મોટા પ્રમાણમાં મસ્જિદોનું નિર્માણ કરવાનું શરૂ કરી દીધું હતું. તેણે પાણીપતમાં પહેલી મસ્જિદ બનાવી હતી. ત્યારબાદ 2 વર્ષ પછી બાબરે 1528માં અયોધ્યામાં એક મસ્જિદ બનાવી. આ મસ્જિદને બનાવડાવા માટે બાબરે એવી જગ્યા પસંદ કરી જેને હિંદૂ પોતાના આરાધ્ય ભગવાન શ્રીરામનું જન્મસ્થળ માનતા હતા.

The Babri Masjid
The Babri Masjid

અંગ્રેજોએ આવી રીતે લાવ્યું હતું સમાધાન

જ્યાં સુધી દેશમાં મુઘલોએ શાસન કર્યું ત્યાં સુધી અયોધ્યામાં આ વિવાદિત સ્થળને લઈને ક્યારેય કોઈ વિવાદ ન થયો. 1853માં પહેલી વખત આ સ્થળ પાસે સાંપ્રદાયિક હિંસા થઈ. ત્યારે પણ હિંદૂ અહીં બનેલી મસ્જિદ તોડીને મંદિર બનાવવા ઈચ્છતા હતા. આ હિંસા વખતે દેશમાં અંગ્રેજોનું શાસન હતું. હિંસાને ઠંડી પાડવા અંગ્રેજી સરકારે એક ફોર્મ્યુલા, એક રસ્તો શોધી નાખ્યો હતો જેને લઈને આ વિવાદિત સ્થળ પર વાડ કરી દેવાઈ હતી. બાબરી મસ્જિદ પરિસરના અંદરના ભાગમાં મુસલમાનો અને બહારના ભાગમાં હિંદુઓને પ્રાર્થના કરવાની અનુમતિ આપી હતી અને ત્યારથી આ પ્રક્રિયા સતત ચાલતી રહી.


વર્ષ 1949માં ભગવાન રામની મૂર્તિઓ મસ્જિદમાંથી મળી આવી. કહેવાય છે કે કેટલાક હિંદૂઓએ જ અહીં મૂર્તિઓ રાખી હતી. મુસલમાનોએ આના પર વિરોધ વ્યક્ત કર્યો અને બંને પક્ષોએ દાવો કરીને અદાલતમાં મુકદમા કર્યા. સરકારે આ સ્થળને વિવાદિત જાહેર કરીને અહીં તાળું લગાવી દીધું. ત્યારથી આ વિવાદિત સ્થળ પર દાવેદારીને લઈને બંને પક્ષો કોર્ટમાં એકબીજાને લડત આપી રહ્યાં છે.

[yop_poll id=38]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Murder captured on CCTV: Man thrashed to death in Surat's Limabayat area | Tv9GujaratiNews

FB Comments

TV9 Web Desk3

Read Previous

Read Next

LIVE UPDATES: શિવ સેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અયોધ્યમાં બોલ્યા “રામ મંદિર બનાવવાની તારીખ જોઈએ”

WhatsApp પર સમાચાર