વિકિલીક્સના સંસ્થાપક જુલિયન અસાંજેને લંડનની કોર્ટે ફટકારી 50 અઠવાડિયા જેલની સજા

અમેરિકાના ગુપ્ત દસ્તાવેજને જાહેર કરીને દુનિયાભરમાં ચર્ચામાં આવેલા વિકિલીક્સના સહ સંસ્થાપક જૂલિયન અસાંજેને જામીનની શરતોનું ઉલ્લઘંન કરવાને લીધે 50 અઠવાડિયાની જેલની સજા ફરવવામાં આવી છે. 

લંડનની એક કોર્ટે તેમને દોષી ઠરાવીને સજા આપી છે. અસાંજેએ કોર્ટમાં કહ્યું કે તે એ બધા લોકો પાસે માફી માગે છે જેમને લાગે છે કે તેમનું અપમાન મેં કર્યુ છે. તેમની ગયા મહિને લંડન સ્થિત ઈક્વાડોરના દુતાવાસથી લંડન પોલીસે ધરપકડ કરી હતી.

 

આ પણ વાંચો: કાશ્મીરથી આવી 29 વર્ષ પછી સૌથી સારી ખબર, શરૂ થઈ ગઈ કાશ્મીરી પંડિતોની ‘કાશ્મીર વાપસી’

 

 

ઈક્વાડોરમાં તે 2012થી રહેતા હતા. સ્વીડનમાં તેમની વિરૂધ્ધ લાગેલા યૌન શૌષણના એક કેસમાં પ્રત્યાપર્ણથી બચવા માટે તે દુતાવાસમાં રહ્યાં હતા. 2006માં વિકિલીક્સની શરૂઆત કરવાનારા અસાંજેને 2010માં મોટા પ્રમાણમાં અમેરિકાની સેનાના દસ્તાવેજોને જાહેર કરીને તહેલકો મચાવી દીધો હતો. ત્યારબાદ તેમની વિરૂધ્ધ અમેરિકામાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

 

Vayu Cyclone likely to hit Kutch coastal area today, NDRF and BSF teams deployed | Tv9GujaratiNews

FB Comments

TV9 WebDesk8

Read Previous

શ્રીલંકા બાદ ભારતના કેરલની આ સંસ્થાએ બુરખા અને નકાબને કર્યા બેન, ભારતમાં પહેલા પ્રતિબંધ વિશે જાણો

Read Next

નીતિ આયોગના CEOનું ચૂંટણી વચ્ચે નિવેદન, ભારતમાં જો કોઈ મતદાન ન કરે તો આવી સજા આપી શકાય છે

WhatsApp પર સમાચાર