ભારતે 200 વર્ષ સુધી ત્રાસ સહન કર્યો, 45 ટ્રિલિયન ડોલર લઈ ગયા અંગ્રેજો: એસ. જયશંકર

વિદેશ મંત્રી એસ.જયશંકર એટલાંટિક કાઉન્સિલની બેઠકમાં ભાગ લેવા માટે વોશિંગ્ટન ડીસી શહેરમાં પહોંચ્યા છે. તેઓએ પશ્ચિમી દેશો પર આકરા પ્રહારો કર્યા હતા. કાશ્મીર મુદ્દે પણ વિદેશ મંત્રીએ કડક વલણ દાખવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  રાષ્ટ્રીય વાર્ષિક ગ્રામિણ સ્વચ્છતા સરવેમાં ગુજરાતનો પ્રથમ ક્રમ, PM મોદીના હસ્તે CM રૂપાણીએ સ્વીકાર્યો એવૉર્ડ

તેઓએ કહ્યું કે ભારતે પશ્ચિમી દેશોના લીધે 200 વર્ષ સુધી સહન કરવું પડ્યું છે. શરુઆતમાં પશ્ચિમી દેશ 18મી સદીના મધ્યમાં ભારત આવ્યા હતા. એક આર્થિક આંકલન મુજબ હાલની રકમ મુજબ 45 ટ્રિલિયન ડોલર તેઓ ભારતમાંથી લઈને ગયા છે.

READ  નવા ટ્રાફિક નિયમ બાદ ગુજરાતમાં દંડ ભરવામાં અમદાવાદ શહેર નંબર 1, જાણો વિગતો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ગુરુવારના રોજ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જયશંકરે વિવિધ બહુપક્ષીય બેઠકમાં પણ ભાગ લીધો હતો. જયશંકરે કાશ્મીર મુદ્દે ભાષણ આપ્યું તો પાકિસ્તાનના વિદેશમંત્રી મહમુદ કુરૈશીએ આ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. આમ એસ.જયશંકરે ભારતનો પક્ષ રાખીને પશ્ચિમી દેશો અને કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો હતો.

READ  આ નેટવર્ક કંપની 179 રુપિયાના રિચાર્જ સાથે આપી રહી છે 2 લાખ રુપિયાનો વીમો

 

Gujarati students stuck in China, Dy CM Nitin Patel assures all help | Tv9GujaratiNews

FB Comments