દુનિયાની સૌથી મોટી ટ્રાવેલ કંપની થઈ બંધ, જો હવે બુકિંગ કરશો તો ફસાઈ જશે પૈસા!

દુનિયાની સૌથી મોટી ટ્રાવેલ કંપનીઓમાં સામેલ થોમસ કુક રવિવાર રાત્રે બંધ થઈ ગઈ છે. 178 વર્ષ જુની બ્રિટિશ ટૂર ઓપરેટર કંપની લાંબા સમયથી ફંડના કારણે ઝઝુમી રહી હતી. મીડિયા રિપોર્ટસ મુજબ, કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે કંપનીને બંધ કર્યા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ નહતો.

કંપની બંધ થવાથી 22 હજાર લોકોની નોકરીઓ પર સંકટ ઉભુ થયુ છે. જેમાંથી 9 હજાર કર્મચારીઓ UKના છે. કંપની બંધ થવાથી ના માત્ર કર્મચારી પણ ગ્રાહક, સપ્લાયર્સ અને કંપનીના પાર્ટનર પણ પ્રભાવિત થશે. તેથી થોમસ કુકના ચીફ એક્ઝિક્યુટિવ પીટર ફેંકૌઝરે ગ્રાહકો, સપ્લાયર્સ, કર્મચારી અને પાર્ટનર્સની માફી માંગી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  AMCની સામાન્ય સભામાં NRC-CAA મુદ્દે ભાજપ-કોંગ્રેસ આમને-સામને, કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણે પણ આપી હાજરી

UKની સિવિલ એવિએશન ઓથોરિટી (CAA)એ કહ્યું કે 23 સપ્ટેમ્બરથી લઈ 6 ઓક્ટોબર સુધી રેગુલેટર અને સરકાર 1 લાખ 50 હજારથી વધારે બ્રિટિશ ગ્રાહકોને ઘરે પાછા લાવવા માટે મળીને કામ કરશે. CAAએ ટ્વિટ કરીને જણાવ્યું કે બધી જ બુકિંગ રદ કરી દેવામાં આવી છે. આથી કંપનીના નામે બુકિંગ બંધ થઈ ગયુ છે તો ગ્રાહકોએ ચેતી જવાની જરૂર છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં હિંસાનું વાતાવરણઃ સરકારે ઈન્ટરનેટ બંધ કરવાની સત્તા પોલીસને આપી

 

 

આ કારણથી બંધ થઈ કંપની

દુનિયાની સૌથી જુની ટ્રાવેલ કંપની લાંબા સમયથી ફંડના કારણે ઝઝુમી રહી હતી અને બૅન્કોની એક સમિતિએ વધારે ફંડની તેમની માંગ પર નિર્ણયને રોકી દીધો હતો. ગયા મહિને ઓગસ્ટમાં થોમસ કુકે રિકેપિટલાઈઝેશનથી જોડાયેલી યોજનાને લઈ ચીનના શેરહોલ્ડર ફોસુનની સાથે એક સોદાની મુખ્ય શરતો પર સહમતિ બતાવી હતી. આ સોદો 1.1 અરબ ડૉલરનો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  કેવી રીતે દિલ્હીમાં સુરક્ષાદળ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ, જુઓ VIDEO

 

એટલુ જ નહી રોયલ બૅન્ક ઓફ સ્કોટલેન્ડે (RBS) પણ કંપનીને ઝટકો આપ્યો હતો. બૅન્કના એક પ્રવક્તાએ કહ્યું હતું કે કંપનીના 20 કરોડ પાઉન્ડથી વધારેનું ફંડ મંજૂર કરવામાં આવ્યુ ન હતુ. RBS છેલ્લા ઘણા વર્ષોથી કંપનીને મદદ કરી રહ્યુ હતુ.

 

Oops, something went wrong.
FB Comments