સુરતમાં વધુ એક વખત મીની બજાર પાસે BRTS બસે બાઈકને ટક્કર મારી

બેફામ બનેલી BRTS બસ અટકવાનું નામ નથી લેતી. સુરતમાં આજે સવારે વૃદ્ધાને અડફેટે લીધા બાદ વરાછા વિસ્તારમાં બેલગામ BRTS બસે વધુ એક દુર્ઘટના સર્જી છે. મીની બજાર પાસે BRTS બસે બાઈકને ટક્કર મારી હતી. જો કે સદનસીબે સમગ્ર ઘટનામાં બાઈક ચાલકનો આબાદ બચાવ થયો છે. પરંતુ રસ્તા પર યમદૂત બનીને દોડતી BRTS બસ પર લોકોનો ગુસ્સો કાબૂમાં ન રહ્યો. આક્રોશમાં આવેલા સ્થાનિકોએ બસના કાચ તોડ્યા હતા.

READ  Gujarat Fatafat : 23-05-2018

આ પણ વાંચોઃ નિત્યાનંદ આશ્રમ કેસમાં DPS સ્કૂલની મુશ્કેલીમાં વધારો, શાળાની માન્યતા થઈ શકે રદ

FB Comments