અમદાવાદમાં BRTSનો અકસ્માત: મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જવાબદારો સામે આપ્યા તપાસના આદેશ, જુઓ VIDEO

 

અમદાવાદના પાંજરાપોળ પાસે અકસ્માત બાદ કોર્પોરેશનના સત્તાધીશોએ હંમેશની જેમ પીડિત પરિવારને આશ્વાસન આપતા દાવા કર્યા છે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જવાબદારો સામે કાર્યવાહીનો દાવો કર્યો છે. તેમણે ખાતરી આપી છે કે ઘટનામાં જે કોઈ કસૂરવાર હશે તેને છોડવામાં નહીં આવે. જો કે કોર્પોરેશનના સત્તાધીશો પોલીસના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: કોંગ્રેસના રાજ્યસભા ઉમેદવારોની આજે જાહેરાત થાય તેવી શક્યતા, ગુજરાતમાંથી ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલના નામની ચર્ચા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મેયરનું કહેવું છે કે પોલીસનો રિપોર્ટ આવશે ત્યારબાદ જ તેઓ આગળ કાર્યવાહી કરશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે સ્વીકાર્યું કે જે કંપનીઓ બસોનું સંચાલન કરે છે, તેમના ટ્રેનિંગ લીધેલા ડ્રાઈવરો ટકતા નથી. જેના કારણે કેટલીકવાર ટ્રેનિંગ અપાઈ ન હોય તેવા ડ્રાઈવરો બસો હંકારતા હોય છે અને અકસ્માતો સર્જાતા હોય છે. જેથી હવે કોન્ટ્રાક્ટરો સામે વધારે પગલાં લઈ શકાય તેવા નિયમો બનાવવામાં આવશે. કારણ કે હાઈકોર્ટના આદેશ પ્રમાણે ડ્રાઈવરોને ટ્રેનિંગ આપવી જરૂરી છે.

READ  5 Pakistani intruders held in Kutch, investigation underway-Tv9

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 આ પણ વાંચો: VIDEO: સુરત બાદ અમદાવાદમાં પણ BRTS બસ બેફામ બની, 2 યુવકોને અડફેટે લેતાં બંનેના ઘટનાસ્થળે મોત

FB Comments