આતંકી હુમલાની દહેશત, કચ્છ બોર્ડર પર હાઈ એલર્ટ, જુઓ VIDEO

 

કચ્છમાં નાપાક હરકતને અંજામ આપવા માટે ટ્રેનિંગ લીધેલાં કમાન્ડો ઘુસવાના હોવાના ઈનપુટ બહાર આવતા સુરક્ષા તંત્રએ ઍલર્ટ જાહેર કર્યુ છે. જેના પગલે પોલીસે આસપાસના ઈન્સ્ટોલેશન્સનું ચેકિંગ શરૂ કરી દીધું છે. ત્યારે મરીન કમાન્ડોને પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રોકાણકારો પર કેવી રીતે થશે એગ્ઝિટ પોલના પરિણામોની અસર ?

કંડલા પોર્ટ પ્રશાસને બધા જહાજોને સતર્ક રહેવાની સૂચના આપી છે. પોર્ટ દ્વારા આ અંગે તમામ શીપ એજન્ટ, સંગઠનો અને સંલગ્ન વ્યવસ્થાઓને સુચીત કરીને દરીયામાં કોઇ પણ અયોગ્ય હલન ચલન કે સંદિગ્ધ ગતિવિધી દેખાય તો તરત જ સુરક્ષા તંત્રને જાણ કરવા અને સતર્ક રહેવા તેમજ દરેક સ્થિતિ માટે તૈયાર રહેવાની સૂચના આપી છે.

READ  જો તમને એવું લાગે છે કે મતદાન કરવું સમય બરબાદ કરવા જેવું છે, તો પરદાદા-પરદાદીની ઉંમરના આ ગુજરાતી લોકોને મળો,100 વર્ષથી વધુ ઉંમરના 719 લોકો દરેક ચૂંટણીમાં કરી રહ્યા છે મતદાન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પોલીસ દ્વારા પોર્ટ આસપાસના તમામ સ્થળોની ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મરીન કમાન્ડોની એક ટુકડીને પણ તૈનાત કરી લેન્ડિંગ પોઈન્ટ્સ, અગત્યના સ્થળોએ પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. તેમજ મરીન પોલીસ સાથે દરીયામાં પણ પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે.

READ  રાજ્યસભાની ચૂંટણીમાં રમીલાબેન બારાની પસંદગીથી ભાજપમાં જ નારાજગી?

[yop_poll id=”1″]

 

FB Comments