મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ‘હાથી’ બચાવવશે ‘પંજો’, જાણો શું છે ગણિત ?

પાંચ રાજ્યોના પરિણામ પછી દેશના વિવિધ તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ બંને બહુમતીથી દૂર છે પરંતુ મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ બનીને સામે આવ્યું છે. પરંતુ લાગે છે કે હવે કોંગ્રેસને મધ્યપ્રદેશમાં સરકાર બનાવવા માટેનો માર્ગ સરળ થઇ ગયો છે.

છેલ્લા ઘણાં સમયથી BSP પ્રમુખ માયાવતી કોંગ્રેસની નજીક છે અને તેમણે કોંગ્રેસને સમર્થન આપવાની ઘોષણા કરી દીધી છે. અગાઉ સમાજવાદી પાર્ટીએ મંગળવારે જાહેરાત કરી હતી કે તેઓ ભાજપને સત્તા પરથી હટાવવા માટે કોંગ્રેસને સમર્થન આપશે.

READ  જ્યોતિષના પ્રોફેસરે મોદીજી વિશે કરી ભવિષ્યવાણી અને યુનિવર્સિટીએ રાતોરાત કરી દીધા સસ્પેન્ડ, આ છે મધ્યપ્રદેશની વિક્રમ યુનિવર્સિટી

શું છે ગણિત? 

એટલું જ નથી બુધવારે માયાવતીએ ઘોષણા કરી હતી કે, તેઓ મધ્યપ્રદેશમાં કોંગ્રેસને સમર્થન કરશે આ સાથે તેમણે જણાવ્યું હતું કે, જો રાજસ્થાનમાં જરૂર પડશે તો BSP રાજસ્થાનમાં પણ કોંગ્રેસને ટેકો આપશે. મંગળવારે જાહેર કરાયેલા પરિણામ મુજબ, મધ્યપ્રદેશમાં કોંગ્રેસે કુલ 114 બેઠકો પર પોતાનો કબ્જો જમવી લીધો છે, જ્યારે ભાજપને 109 બેઠક પ્રાપ્ત થઇ છે.

વિધાનસભામાં બહુમત માટે 116 બેઠકોની જરૂર છે. ત્યાંજ બીએસપી પાસે 2 બેઠક છે જ્યારે અપક્ષ પાસે 5 બેઠક છે.

READ  અયોધ્યા ભૂમિપૂજન રિએક્શન: રાષ્ટ્રપતિ, રાહુલ ગાંધી સહિત આ હસ્તીઓેએ આપી શુભેચ્છાઓ

આ પણ વાંચો : 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો ભાજપ માટે ખતરાની ઘંટી સમાન

નોંધનીય છે કે, રાજસ્થાનમાં કોંગ્રેસ પાસે 99 બેઠક છે જ્યારે ભાજપ પસે 73 બેઠકો છે અને બીએસપી પાસે 6 બેઠકો છે રાજસ્થાનમાં બહુમત પ્રાપ્ત કરવા માટે 101 બેઠકોની જરૂર છે. આ સાથે કોંગ્રેસે ઘોષણા કરી છે કે, તેઓ આજે બપોરે 12 વાગ્યે મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને મળશે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સરકાર રચવાના દાવા સાથે કોંગ્રેસે જીતેલા ઉમેદવારોની બુધવારે સાંજે એક બેઠક પણ બોલાવી છે.

READ  શા માટે મહેસાણા,પાટણ, અમદાવાદ પૂર્વ અને સુરત બેઠક પર ઉમેદવારોના નામ માટે ભાજપ-કોંગ્રેસ બંને કરી રહ્યા છે વિલંબ? કેમ નીતિન પટેલે ચૂંટણી લડવાની ના પાડી ?

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી. 

FB Comments