પ્રિયંકાગાંધીના ઉત્તરપ્રદેશ પ્રવાસ દરમિયાન જ માયાવતીનો આરોપ, ગઠબંધનનો ખોટો ભ્રમના ફેલાવે કૉંગ્રેસ

લોકસભા ચૂંટણી 2019 માટે ઉત્તરપ્રદેશ માં ચૂંટણીનો માહોલ ગરમ છે. મહાગઠબંધનથી છુટી પડેલી કૉંગ્રેસની વધુ પડતી ઉદારતા બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીને ગમી નથી.

તેમને કહ્યું કે ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે સપા-બસપાનું ગઠબંધન છે. ત્યારે કૉંગ્રેસ જબરજસ્તીથી સીટ છોડવાનું ભ્રમ ના ફેલાવે. કૉંગ્રેસે જાહેર કર્યુ હતુ કે કૉંગ્રેસ સપા-બસપા પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળ માટે 7 સીટો છોડી રહી છે. તેથી કૉંગ્રેસ આ 7 સીટો પર ઉમેદવાર નહીં ઉતારે. જ્યાંથી અખિલેશ યાદવ, મુલાયમ સિંહ, ડિમ્પલ યાદવ, અજીત સિંહ અને જયંત ચૌધરી ચૂંટણી લડશે. કૉંગ્રેસની આ ઓફર પર જ માયાવતીએ કડક શબ્દોમાં કહ્યું કે કૉંગ્રેસ સાથે કોઈ પણ પ્રકારનું ગઠબંધન અને તાલમેલ નથી.

માયાવતીએ ટ્વિટ કરીને કહ્યું કે બસપા એક વાર સ્પષ્ટ કરવા માંગે છે કે ઉતર પ્રદેશ સહિત આખા દેશમાં કૉંગ્રેસ પાર્ટીથી અમારૂ કોઈ પણ પ્રકારનું ગઠબંધન નથી. બસપાના લોકો કૉંગ્રેસ પાર્ટી દ્વારા ફેલાવવામાં આવેલ ભ્રમમાં ના આવે. માયાવતીએ કૉંગ્રેસને યુપીની બધી જ 80 સીટો પર ચૂંટણી લડવાની ચેતવણી પર આપી છે. માયાવતીએ ટ્વિટરમાં લખ્યું હતું કે ઉતર પ્રદેશમાં અમારૂ ગઠબંધન ખાલી ભાજપને હરાવવા માટે સક્ષમ છે.

 

READ  વડાપ્રધાન મોદીનો સપા-બસપા પર પ્રહાર, કહ્યું '23મેના રોજ આ ખોટી દોસ્તી તૂટી જશે'

 

કૉંગ્રેસ બળજબરીપૂર્વક ઉતરપ્રદેશમાં ગઠબંધન માટે 7 સીટો છોડવાનું ભ્રમ ના ફેલાવે. તેમને કહ્યું કે કૉંગ્રેસ ઉતર પ્રદેશમાં પૂરી રીતે આઝાદ છે અને તે બધી જ સીટો પર ઉમેદવારને ઉતારીને ચૂંટણી લડે. ઉતરપ્રદેશ લોકસભા ચૂંટણીમાં સપા-બસપા અને RLD ભેગા મળીને ચૂંટણી લડી રહ્યા છે. બસપા 38 સીટ અને સપા 37 સીટ પર ગઠબંધનમાં ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે 2 સીટ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી માટે છોડવામાં આવી છે. તે સિવાય બાકી રહેતી સીટો RDLને આપવામાં આવી છે.

READ  અમદાવાદ : પાણીની લાઈનમાં ભંગાણ પડતા લાખો લિટર પાણીનો વ્યય, તંત્ર ઘોર નિંદ્રામાં

Oops, something went wrong.

FB Comments