મંત્રી પદ માટે ભાજપ આપી રહી છે 50 કરોડ રૂપિયાની ઓફર, ધારાસભ્યે લગાવ્યો આરોપ

મધ્યપ્રદેશના બહુજન સમાજ પાર્ટી (BSP)ના ધારાસભ્ય રમાબાઈએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે ભાજપ તરફથી મંત્રી પદ અને 50 કરોડ રૂપિયા આપવાની ઓફર આવી છે. રાજ્યમાં કમલનાથના નેતૃત્વવાળી કોંગ્રેસની સરકાર અપક્ષ, BSP અને SPના ધારસભ્યોના સમર્થનથી ચાલી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

દમોહ જિલ્લાની પથરિયા વિધાનસભા સીટથી જીત મેળવેલા BSPના ધારાસભ્ય રમાબાઈએ કહ્યું કે રાજ્યની કમલનાથ સરકારને કોઈ જોખમ નથી, હું કમલનાથની સાથે છું. ભાજપ તરફથી સતત ઓફર આવી રહી છે. મંત્રી પદ અને 50 કરોડ રૂપિયા આપવાની ઓફર કરવામાં આવી છે.

રમાબાઈએ કહ્યું કે કમલનાથ સરકારને કોઈ પણ પ્રકારનું જોખમ નથી. ભાજપમાં કોઈ ધારાસભ્ય જશે નહીં અને જે જશે તે મુર્ખ હશે. તેની પહેલા પણ મુખ્યમંત્રી કમલનાથે થોડા દિવસ પહેલા આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના 10 ધારાસભ્યોને ભાજપ તરફથી ઓફર આપવામાં આવી રહી છે. આ વાત ધારાસભ્યોએ કમલનાથને જણાવી હતી.

READ  એવું તે શું થયું કે આ મતદાન મથક પર ફરીથી થશે મતદાન!

આ પણ વાંચો: રાજીનામું આપવાને લઈને રાહુલ ગાંધી અડગ, કોંગ્રેસ વર્કિગ કમિટીની યોજાઈ શકે છે બીજી બેઠક ,જુઓ VIDEO

ઉલ્લેખનીય છે કે રાજ્ય વિધાનસભામાં કોંગ્રેસના 114 અને ભાજપના 109 ધારાસભ્યો છે. કોંગ્રેસની સરકાર BSPના 2, SPના 1 અને અપક્ષ 4 ધારાસભ્યોના સમર્થનથી બની છે.

 

Supreme Court may conclude hearing of Ayodhya case on Wednesday, the 40th day| TV9News

FB Comments