બજેટ 2019ની જાહેરાત બાદ Income taxમાં કોને રાહત અને કોના પર બોજો?

મોદી સરકાર 2.0નું બજેટ જાહેર થઈ ગયું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ઘણી મોટી મોટી જાહેરાતો પણ કરી છે. મોદી સરકારે ખાસ કરીને વધુ કમાણી કરનારા લોકોને મોટો ઝટકો આપ્યો છે. હવે વર્ષે 2થી 5 કરોડ રૂપિયા કમાણી કરનારા લોકો પર 3 ટકા સરચાર્જ લાગશે અને સાથે જ 5 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરવા પર 7 ટકા સરચાર્જ આપવો પડશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જ્યારે કોઈ પણ વ્યક્તિ બૅંકમાંથી વર્ષમાં 1 કરોડ રૂપિયાથી વધારે રકમ ઉપાડશે તો તેની પર 2 ટકા TDS લગાવવામાં આવશે. તેથી વર્ષે 1 કરોડ રૂપિયાથી વધારે ઉપાડવા પર 2 લાખ રૂપિયા ટેક્સમાં કપાઈ જશે.

READ  વડોદરામાં વરસાદે રેેકોર્ડ તોડ્યો, 10 ઈંચ ખાબકતા વાહનો ડૂબ્યાં, રસ્તાઓ પાણી-પાણી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઈન્કમટેક્ષ રીટર્ન ભરતા લોકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. હવે આધાર કાર્ડથી પણ લોકો તેમનું ઈન્કમટેક્ષ રીટર્ન ભરી શકશે. તેથી હવે ITR ભરવા માટે પાનકાર્ડની જરૂર રહેશે નહી.

[yop_poll id=”1″]

તે સિવાય બજેટમાં ખાસ મિડલ ક્લાસના લોકો માટે મોદી સરકારે મોટી જાહેરાત કરી છે. હવે 45 લાખ રૂપિયાનું ઘર ખરીદવા પર 1.5 લાખ રૂપિયાની છુટ આપવામાં આવશે.

READ  દેશના બજેટને લઈને મહિલાઓની શું છે અપેક્ષા? જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

હાઉસિંગ લોનના વ્યાજ પર મળનારી છુટ કુલ 2 લાખ રૂપિયાથી વધારીને 3.5 લાખ રૂપિયા થઈ ગઈ છે. તે સિવાય 2.5 લાખ રૂપિયા સુધીની છુટ ઈલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા પર પણ આપવામાં આવશે.

બજેટને લઈને તમામ જાણકારી મેળવો અહીં– http://bit.ly/2XIX4hb

નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેર કર્યુ કે 400 કરોડ રૂપિયા સુધી ટર્નઓવરવાળી કંપનીઓને 25 ટકા કોર્પોરેટ ટેક્સ ચૂકવવો પડશે. તેની હેઠળ દેશની 99 ટકા કંપનીઓ આવી જશે.

READ  બોર્ડની પરીક્ષાઃ રાજકોટ બાદ અરવલ્લીના મોડાસાની જીનીયસ સ્કુલમાંથી ડમી વિદ્યાર્થી ઝડપાયો

આ પણ વાંચો: BUDGET 2019: નિર્મલા સિતારમણ અગાઉ 49 વર્ષ પહેલા આ મહિલા પ્રધાને દેશનું બજેટ રજૂ કર્યું હતું

ઈ-વાહનો પર GSTને 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવશે. તેની સાથે જ સ્ટાર્ટઅપ માટે મોટી છુટની જાહેરાત છે. સ્ટાર્ટઅપના ફંડ માટેની કોઈ IT તપાસ કરવામાં આવશે નહી.

 

Oops, something went wrong.
FB Comments