ઓસ્ટ્રેલિયામાં આગ બાદ આવી આ નવી આફત, લોકોને સાવચેત રહેવા અપાઈ સૂચના

bushfires-are-horrendous-but-expect-cyclones-floods-and-heatwaves-too
તસવીર પ્રતીકાત્મક છે.

ઓસ્ટ્રેલિયામાં આગના લીધે પરિસ્થિતિ તંગ બની છે. જો કે વરસાદ પડવાના લીધે રાહત થાય એવા સમાચાર મળી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયાના જંગલોમાં આગ લાગી છે અને તેના લીધે અંદાજે 50 કરોડ પ્રાણીઓ બળીને ખાખ થઈ ગયા છે. જો કે આગની સાથે એક નવું સંકટ ઓસ્ટ્રેલિયા પર ત્રાટકે એવી શક્યતાઓ છે. હવામાન વિભાગે બ્લેક નામના તૂફાનને લઈને લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

bushfires-are-horrendous-but-expect-cyclones-floods-and-heatwaves-too

આ પણ વાંચો :  JNU હિંસા મામલે મહારાષ્ટ્રના CM ઉદ્વવ ઠાકરેએ આપી પ્રતિક્રિયા, જુઓ VIDEO

હવામાન વિભાગ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ તૂફાન ઓસ્ટ્રેલિયામાં વિનાશ વેરી શકે છે. ટાઉન ઓફ બ્રૂમ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. બ્લેક એક 75 કિલોમીટરની ઝડપે આગળ વધનારું તૂફાન બની ગયું છે અને તે ઓસ્ટ્રેલિયા તરફ આગળ વધી રહ્યું છે. એવી આશંકા છે કે મંગળવારના રોજ આ તૂફાન વધારે મજબૂત થઈ શકે છે.

READ  સુરત: પુણાગામમાં આવેલી ભાગ્યોદય ઈન્ડસ્ટ્રીમાં લાગી ભીષણ આગ, 2 લોકોના મોત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

14 હજાર લોકો રહે છે તે વિસ્તારમાંથી પસાર થશે તૂફાન

bushfires-are-horrendous-but-expect-cyclones-floods-and-heatwaves-too

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હવામાન વિભાગ દ્વારા આ તૂફાનને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. જરુરિયાતની તમામ સામગ્રી લોકોને સાથે રાખવા માટે કહેવામાં આવ્યું છે. જો કે હવામાન વિભાગનું કહેવું છે કે આગ પર આ તૂફાનની કોઈ જ અસર જોવા મળશે નહીં. આ તૂફાન એવા વિસ્તારમાંથી પસાર થશે જ્યાં અંદાજે 14 હજાર લોકો વસે છે અને તેના લીધે જાનમાલની ખુવારી થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગના લીધે અત્યારસુધીમાં 18 લોકોના મોતના અહેવાલ છે જ્યારે 200 લોકો ઘરવિહોણા થઈ ગયા છે.

READ  ભારત સરકારના સ્વચ્છતા સર્વેમાં રાજકોટ દેશનું 2 ક્રમનું સૌથી સ્વચ્છ શહેર, જુઓ VIDEO

 

 

Namaste Trump! Security beefed up ahead of Trump's Ahmedabad visit| TV9News

FB Comments