રોકાણકારો પર કેવી રીતે થશે એગ્ઝિટ પોલના પરિણામોની અસર ?

લોકસભા 2019ની ચૂંટણીનું સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન ચાલુ છે, થોડા કલાકોમાં જ મતદાન સમાપ્ત થઇ જશે. જેને લઇને અત્યારે દેશની લગભગ તમામ ન્યૂઝ ચેનલો પર એક્ઝિટ પોલ શરૂ થઇ ગયા છે. આ એક્ઝિટ પોલની સીધી અસર 20મેના રોજ શેર બજાર જોવા મળશે અને શેર બજારમાં મોટા ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.

READ  અમરેલી: સસ્તા અનાજના દુકાનદારોનું કૌભાંડ ઝડપાયું, જુઓ VIDEO

 

આ પણ વાંચો: ચૂંટણી પરિણામો પહેલા વિપક્ષી ગઠબંધન થયું વધારે સક્રિય, 24 કલાકમાં ચંદ્રબાબૂ નાયડૂની બીજી વખત દિગ્ગજ નેતાઓ સાથે મુલાકાત

 

સ્ટોક માર્કેટ એકસપર્ટના મત મૂજબ એક્ઝિટ પોલની સીધી અસર શેર બજારમાં રોકાણ કરનારા લોકો પર થશે. આ ઉપરાંત ઇક્વિટી બેઇઝ મ્યૂચ્યૂઅલ ફંડ રોકાણ પર પણ આની અસર જોવા મળશે. એક્ઝિટ પોલમાં આવેલા પરિણામોના આધારે રોકાણકારોએ કોઇ નિર્ણય લેતા પહેલા વેઇટ એન્ડ વૉચની સ્ટ્રેટેજી અપનાવી પડશે.

READ  Quadricycle : સામાન્ય પરિવારનું કારનું સપનું સાકાર કરવા માટે હવે આવશે રોડ પર

 

 

એક્ઝિટ પોલમાં આવેલા પરિણામોથી સોમવારે બજારમાં કેટલાક ઉતાર- ચઢાવ જોવા મળી શકે છે. નિષ્ણાંતોના  કહેવા મૂજબ બજાર માટે આ અઠવાડિયું અતિ મહત્ત્વનું છે. જુદી-જુદી કંપનીઓના ત્રિમાસીક પરિણામો અને ચૂંટણીના પરિણામો બજારની દશા અને દિશા નક્કી કરશે. કાચા તેલનો ભાવ, અમેરિકા-ચીનનું વેપાર યુદ્ધ, ડોલર સામે રૂપિયાની સ્થિતી અને વિદેશી મુદ્રાનું વલણ આ બધા જ પરિબળોની અસર બજાર પર જોવા મળશે.

READ  ઈંગ્લેન્ડની સામે આ જર્સીમાં ઉતરશે ભારતીય ટીમ, BCCIએ શેર કર્યો PHOTO

 

Surat: CJ Patel Vidhyadham college students stage protest against lack of basic facilities | Tv9News

FB Comments