BSNLના 80 હજાર કર્મચારીઓને એકસાથે VRS આપી શકે છે, જાણો પછી કેવી રીતે કામ કરશે BSNL

ખોટમાં ચાલી રહેલી સરકારી ટેલિકોમ કંપની BSNL એક તરફ જમીન ભાડે આપીને રૂપિયા એકઠા કરી રહી છે. તો બીજી તરફ ખર્ચમાં ઘટાડો કરવા પોતાના અડધાથી વધુ કર્મચારીને VRS વોલેન્ટરી રિટાયરમેન્ટ દેવા તૈયાર છે. સરકાર પાસેથી મંજૂરી મળતાની સાથે એક આકર્ષક પેકેજ સાથે કર્મચારીઓને રિટાયર કરી દેશે. BSNLના ચેરપર્સન પ્રવીણ કુમાર પુરવારે ખાનગી સમાચારને આ માહિતી આપી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ‘ગુજરાતના 6 પાકોના બધી જ APMCના ભાવ જાણો’

 

આ પણ વાંચોઃ  ભગવાન સ્વામીનારાયણના નિલકંઠ વર્ણી સ્વરૂપને લઈ મોરારી બાપુના વચન પર સંગ્રામ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પુરવારે એક સવાલના જવાબમાં કહ્યું કે, અમે VRSના પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યા છીએ. અમારા હિસાબ પ્રમાણે 80 હજાર કર્મચારીઓને VRS આપવામાં આવી શકે છે. અને VRSને આકર્ષક બનાવવામાં આવ્યું છે. મતલબ તેમને રિટાયર્ડની સારી રકમ આપવામાં આવી શકે છે. કર્મચારીઓના જવા બાદ કામ કેમ ચાલશે તેના જવાબમાં કહ્યું કે, કામ ચલાવવા માટે આઉટ સોર્સિંગ કરવામાં આવશે. મહિનાના પગાર પર લોકોને રાખવામાં આવશે. 80 હજાર જેટલા કર્મચારીઓના VRS બાદ પણ 1 લાખ કર્મચારી કાર્યરત રહેશે.

READ  BSNL કરવા જઈ રહ્યું છે એક એવું કામ કે જેનાથી ચંચૂપાતી ચીનનું વધી જશે TENSION


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

પ્રવીણ કુમારે કહ્યું કે, અન્ય ટેલિકોમ કંપની માફક BSNLને અનેક આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડશે. BSNLની પ્રાથમિક જરૂરિયાત રેવેન્યુ છે. ઓપરેશનલ ખર્ચ બીજી સ્થાન પર છે. અન્ય એવા પણ ખર્ચ છે જેના પર નિયંત્રણ કરી શકાય છે. આઉટસોર્સિંગમાં ખર્ચને નિયંત્રીત કરી શકાય છે. ઉર્જા પર 2700 કરોડ રૂપિયાનો ખર્ચ આવી શકે છે. ઉર્જા ખપતમાં 15 ટકા ઘટાડો લાવી શકાય છે.

FB Comments