દેશમાં પ્રથમ કિસ્સો! બિરજુ સલ્લાએ પ્લેન હાઈજેકિંગની ધમકી આપી તો કોર્ટે ફટકારી જનમટીપની સજા!

પ્લેન હાઈજેકિંગના ધમકી ભર્યો પત્ર લખવા બાબતે દોષિત બિરજુ સલ્લાને અમદાવાદ સ્થિતિ એનઆઈએની કોર્ટે જનમટીપની સજા ફટકારી છે. આ સજાની સાથે કોર્ટે આકરા દંડરુપે 5 કરોડ રુપિયા ભરવાનો આદેશ પણ આપ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અમદાવાદમાં પ્લેન હાઈજેકિંગનો મામલો નોંધાયો હતો. મુંબઈથી દિલ્હી જનારી જેટ એરવેઝની ફ્લાઈટમાં એક ધમકી ભર્યો પત્ર મળ્યો હતો. આ પત્રને લઈને બિરજુ સલ્લાની સામે એન્ટી હાઈજેકિંગ એક્ટ,2017 મુજબ અમદાવાદમાં જ ગુનો નોંધાયો હતો. 2016માં આ કાયદો અમલમાં આવ્યા બાદ આ  પ્રથમ વખત ઉપયોગ બિરજુ સલ્લાના કેસમાં થયો હતો.

READ  બ્રિટનની ચૂંટણીમાં કાશ્મીર મુદાને લીધે બોરિસ જોનસનની પાર્ટીને મળી આટલી સીટ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

એનઆઈએની અમદાવાદ ખાતે આવેલી સ્પેશિયલ કોર્ટે હાઈજેકિંગના નવા કાયદાને લઈને સજા ફટકારી છે. દેશમાં આ કાયદા આવ્યા બાદ સજા ફટકારવાનો આ પ્રથમ કિસ્સો છે. 2016માં પ્લેન હાઈજેકિંગના કિસ્સાને લઈને કાયદામાં સુધારો કરીને તેને વધારે કડક બનાવવામાં આવ્યો હતો. હાઈજેકીંગની વાત તો દૂર રહી પણ પ્લેનને હાઈજેકીંગ કરવાને બદલે તેને લઈને ધમકી આપવી એ પણ ગંભીર ગુનો છે અને તેમાં આજીવન કેદની સજા થઈ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જો તમે 10મું ધોરણ પાસ છો તો સરકાર આપી રહી છે તમારા વિસ્તારમાં જ નોકરી, જાણો તમામ વિગત

બિરજુ સલ્લાએ જેટ એરવેઝને બદનામ કરવા અને પોતાની એક ફ્રેન્ડને પાઠ ભણાવવા માટે પ્લેન હાઈજેકિંગની ધમકી આપી હતી. પ્લેનના ટોઈલેટમાં બિરજુ સલ્લાએ ટોઈલેટ પેપરમાં અંગ્રેજી અને ઉર્દૂમાં એક નોટ બનાવી હતી અને મુકી દીધી હતી. આ નોટ બહાર જ આવતા  પેસેન્જરોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. બિરજુ સલ્લા પર એરલાઈનને બદનામ કરવા બાબતે કેસ નોંધાયો હતો.

READ  1 ઓક્ટોબર: આજથી બદલાઈ ગયા છે આ નિયમો જેના વિશે તમારે જાણવું જરુરી છે

આ પણ વાંચો:  જાણો કેવી રીતે પાડવામાં આવે છે વાવાઝોડાના નામ?

 

LRD Row: Talks underway to end the agitation, says Yagnesh Dave | TV9News

FB Comments