મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતી પર ખાદીની ખરીદી કરવા લોકોનો જમાવડો

સામાન્ય દિવસ કરતા મહાત્મા ગાંધી જન્મ જયંતિ પર ખાદીની ખરીદીમાં 20 ટકાથી પણ વધુનો વધારો. દેશભરમા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી ઉજવવામાં આવી છે. ત્યારે મહાત્મા ગાંઘીને પ્રિય એવી ખાદીની ખરીદી માટે પણ ખાદી સેન્ટરો પર લોકોની ભીડ જોવા મળી હતી. સામાન્ય દિવસોમાં ખાદીની દુકાન કે શોપ પર જે પ્રકારની ભીડ રહેતી હોય છે. તેની સામે ગાંધી જયંતી પર વિશેષ લોકોએ ખરીદી કરી હતી.

READ  અમદાવાદમાં 50થી 70 લાખ લોકો આવકારવા માટે હાજર રહેશે: ડોનાલ્ડ ટ્રમ્પ

આ પણ વાંચોઃ રાષ્ટ્રીય વાર્ષિક ગ્રામિણ સ્વચ્છતા સરવેમાં ગુજરાતનો પ્રથમ ક્રમ, PM મોદીના હસ્તે CM રૂપાણીએ સ્વીકાર્યો એવૉર્ડ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ગુજરાત કોલેજ પાસે આવેલા ખાદી મંદિર ખાતે સામાન્ય દિવસમા જે 100 લોકો ખરીદી કરવા આવતા હોય છે. તેની સામે મહાત્મા ગાંધી જન્મ જયંતી પર 500થી વધુ લોકો ખરીદી કરવા આવતા જોવા મળ્યા. દુકાનદારની વાત માનીએ તો સામાન્ય દિવસ કરતા 20થી30 ટકા ખરીદીમા વધારો નોંધાયો છે. સાથે દરેક ખાદી શોપમા આ પ્રકારનો માહોલ હોવાનું પણ દુકાનદારોનું માનવું છે. તો મહાત્મા ગાંધીની જન્મ જયંતિ પર ખાદીની ખરીદી કરવા નિકળેલા લોકોમા પણ એક અનેરો માહોલ જોવા મળ્યો હતો. અને તેમા પણ ખાદીની ખરીદી પર 15 થી 25 ટકા ડિસ્કાઉન્ટને લઈને પણ ખાદીન ખરીદી કરવા લોકોનો જમાવડો જોવા મળ્યો. જેને લઈને ગ્રાહકોએ પણ મન મુકીને ખરીદી કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  7 જાન્યુઆરીથી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટીવલનો પ્રારંભ, તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ
FB Comments
About Darshal Raval 57 Articles
Hello Friends... My Name is Darshal Raval And i m a Reporter My Mobile Number 9909973192