VIDEO: ગુજરાતમાં વિધાનસભાની 7 બેઠક પર એક સાથે યોજાશે પેટાચૂંટણી, જાણો શું છે ભાજપનું મહાગણિત?

ગૃહપ્રઘાન અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ સરકાર અને સંગઠનમાં ધમધમાટ શરૂ થઇ ગયો છે. તો ભાજપ અને વિપક્ષ ગુજરાતમાં પેટા ચૂંટણીઓને લઇને સતર્ક થઈ ગયા છે. કાશ્મીરમાંથી કલમ 370 દૂર કર્યા બાદ ભાજપ તરફી વાતાવરણ ઉભું થયું છે. જો કે સમજવા જેવી બાબત એ છે કે, વિઘાનસભાની ચૂંટણીઓમાં રાષ્ટ્રીય મુદ્દાઓ કરતા રાજકીય મુદ્દાઓ સાથે સ્થાનિક ચહેરાઓ અને જાતિગત સમીકરણોનું પ્રાધાન્ય વધારે છે. આ પરિબળો જ ચૂંટણીમાં હાર જીત નક્કી કરતા હોય છે. જેને લઈને ભાજપ પણ પોતાના ઉમેદવારોની પસંદગીમાં બારિકતાથી પારખી રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ આસામમાં NRC યાદી જાહેર થયા બાદ ગુજરાતમાં સરવેની શા માટે ઉઠી માગણી, બાંગ્લાદેશી ઘૂસણખોરોથી ખતરાનો ભાગ-1

ગુજરાત વિધાનસભાની 7 બેઠક પર પેટા ચૂંટણીમાં કાચું ન કપાઈ તેના માટે ખુદ અમિત શાહે સંગઠનનું ધ્યાન દોર્યું છે. તો કાર્યકરોને ગ્રાઉન્ડ વર્ક કરવા સૂચન પણ આપ્યું છે. મહારાષ્ટ્ર વિઘાનસભાની ચૂંટણી સાથે જ ગુજરાતની 7 બેઠક પર ચૂંટણી યોજાશે. ત્યારે એક તરફ સાતેય બેઠકો પર ટિકિટ ઈચ્છુંકો પોતાના તરફથી લોબિંગ કરી રહ્યા છે. બીજી તરફ પ્રદેશ સંગઠન જાતિગત સમીકરણના સોગઠા બેસાડવાનો પ્રયાસ કરી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Parmanu movie caste Darshan Pandya shares his journey of becoming HERO from ZERO

પેટાચૂંટણીઓની 7 બેઠકોમાંથી ઉત્તર ગુજરાતની ચાર મહત્વની બેઠકો પર ભાજપ મોટા માથાને ઉતારવાની તૈયારી કરી રહ્યું છે. જો બેઠક પ્રમાણેની વાત કરવામાં આવે તો, બનાસકાંઠા બેઠક પરથી ભાજપના પરબત પટેલ લોકસભાની ચૂંટણી જીત્યા છે જેથી થરાદની બેઠક ખાલી પડી છે. આ બેઠક પરથી પૂર્વ મંત્રી શંકર ચૌધરીને ટિકિટ મેળવવા માટે લોબિંગ શરૂ કર્યું છે. તો બીજી તરફ પરબત પટેલે પોતાના દીકરા શૈલેષ પટેલની ટિકિટ માટે પ્રયાસ કરી રહ્યા છે. સૌથી મહત્વની બેઠક કે, જેના પર કોંગ્રેસની બાજ નજર છે. રાધનપુર વિધાનસભાની વાત કરવામાં આવે તો, અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને બેઠક ખાલી પડી છે. હવે અલ્પેશ ફરી ભાજપમાંથી પેટાચૂંટણી લડશે તેવા એધાંણ દેખાઈ રહ્યા છે.

READ  Former PM Manmohan Singh speaks in Rajya Sabha on DeMonetisation issue - Tv9


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

તો અલ્પેશ ઠાકોરની આંગળીપકડીને ભાજપમાં આવેલા બાયડના પૂર્વે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ બાયડ માટેના પ્રબળ દાવેદાર છે. જો કે આ સીટ પર કોઇ નવો ચહેરો આવે તો પણ નવાઇ નહીં. રાજકીય વર્તુળોમા શંકરસિહના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાના નામની પણ આ બેઠક માટે ચર્ચા થઇ રહી છે. ખેરાલુ બેઠકના ધારાસભ્ય પાટણ બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીત્યા છે. ભરતસિંહ ડાભીની ખાલી પડેલી ખેરાલુ વિધાસભામાં પૂર્વે ધારાસભ્ય રમીલાબેન દેસાઈ, ભરતસિંહ ડાભીના ભાઈ રામસિંહ ડાભી અને કનુભાઈ ડાભી એ દાવેદારી કરી છે.

[yop_poll id=”1″]

અન્ય ત્રણ બેઠકની જો વાત કરવામાં આવે તો પંચમહાલ લોકસભા બેઠક પરથી જીત મેળવનાર રતનસિંહ રાઠોડની લુણાવાળા વિધાનસભા બેઠક પર ભાજપના જિલ્લા પ્રમખજે.પી પટેલે દાવેદારી કરી છે. જયારે મોરવાહડફ વિધાનસભા બેઠક પર ભૂપેન્દ્ર ખાંટનું અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર રદ થતા તેમનું સભ્ય પદ રદ થયું છે. એટલે કે આ બેઠક પર પૂર્વે ધારાસભ્ય નિમિષાબેન સુથાર અને ભુપેન્દ્ર ખાંટ સામે વર્ષે 2017ની ચૂંટણી હારનાર વિક્રમસિંહ ડિંડોરેનું નામ ચર્ચામાં છે. તેવી જ રીતે અમદાવાદ પૂર્વે બેઠક પર ચૂંટણી જીતનાર હસમુખ પટેલની અમરાઈવાડી બેઠક પર પાર્ટીમાં સૌથી વધુ દાવેદારો જોવા મળી રહ્યા છે. 30થી વધુ દાવેદારોએ આ બેઠક પર ટિકિટ લેવા લોબિંગ ચાલુ કર્યું છે. જો તેના મુખ્ય નામોની વાત કરવામાં આવે તો ઋત્વિજ પટેલ, અસિત વોરા,અમૂલ ભટ્ટ, પ્રવીણ દેસાઈએ દાવેદારી કરી છે.

READ  અમદાવાદ: કોંગ્રેસે કરી 'બંધારણ બચાવો' કૂચ, કોંગ્રેસના આગેવાનો રહ્યા હાજર

આમ તો ભાજપ જાતિગત સોગઠા ગોઠવવામાં માહેર છે અને ગુજરાતના રાજકીય સોગઠાબાજી પર સીઘી નજર ભાજપના ચાણક્ય અમિત શાહની રહે છે. લોકસભામાં ફરી એકવાર 26માંથી 26 બેઠક પર વિજયનું પુનરાવર્તન કર્યા પછી રાજ્યસભામાં પણ 2 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાવાવમા સફળતા મળી છે.

FB Comments