CAA મુદે હાઈકોર્ટે મમતા બેનર્જીને આપ્યો ઝટકો, નહીં કરી શકે આ રીતે વિરોધ

government-cm-mamata-banerjee-caa-protest-advertisement-calcutta-high-court

નાગરિકતા સંશોધન કાયદાને લઈને મમતા બેનર્જીની પાર્ટી પહેલાંથી જ વિરોધ કરી રહી છે. મમતા બેનર્જીએ નાગરિકતા સંશોધન કાયદાને લાગુ નહીં કરીએ એવા પોસ્ટર્સ લગાવીને રાખ્યા હતા. પશ્ચિમ બંગાળમાં આવા પોસ્ટર્સને લઈને વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

government-cm-mamata-banerjee-caa-protest-advertisement-calcutta-high-court

આ પણ વાંચો :   CAAના વિરોધમાં શાહઆલમ હિંસાના મુદ્દે AMCની સામાન્ય સભામાં હોબાળો, હાય હાયના લાગ્યા નારા

આ પોસ્ટર્સ સિવાય મમતા બેનર્જીએ નાગરિકતા સંશોધન કાયદો અમે લાગુ નહીં કરીએ એવી જાહેરાત પણ વિવિધ માધ્યોમાં દ્વારા આપી હતી. જેમાં વિવિધ ટેલિવિઝનન અને વેબસાઈટનો સમાવેશ થતો હતો. બંગાળના સીએમ મમતા બેનર્જી સરકારી અધિકારી સાથે એવી વાત કરતાં જોવા મળ્યા હતા કે તેઓ એનઆરસીને બંગાળમાં લાગુ નહીં થવા દે. આ મામલો વણસ્યો હતો અને બાદમાં હાઈકોર્ટના દ્વારા સુધી પહોંચી ગયો હતો.

READ  VIDEO: સ્ટેચ્યુ ઓફ યુનિટીએ સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને રાખ્યું પાછળ, SOU આવનારા પ્રવાસીઓની સંખ્યામાં 74 ટકાનો વધારો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મમતા બેનર્જી સોમવારથી લઈને શુક્રવાર સુધી રસ્તાઓ પર ઉતર્યા હતા અને લોકો સાથે પૂરજોશમાં સીએએના કાયદાનો વિરોધ કર્યો હતો. આ બાબતે કોર્ટમાં કુલ 6 અરજીઓ દાખલ કરવામાં આવી હતી અને કોર્ટે મમતા બેનર્જીની સરકારને સીએએના વિરોધમાં લગાવવામાં આવેલા તમામ બેનર, પોસ્ટર્સ કે જાહેરાત ઉતારી લેવા કે બંધ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે વેબસાઈટ પર પણ તમામ જાહેરાતને હટાવી લેવા માટે આદેશ કર્યો છે.

READ  જાણીતા પંજાબી સિંગર ગુરૂ રંધાવા પર કેનેડામાં કોઈ અજાણ્યા વ્યકિતએ કર્યો હુમલો, જુઓ PHOTO

 

Oops, something went wrong.
FB Comments