ઉત્તરપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ CAAના વિરોધમાં હિંસા કરનારાઓની સંપત્તિ જપ્ત કરાશે

CAA Protests: Ahmedabad police to recover compensation for damage from protesters

વિરોધ પ્રદર્શનમાં હિંસા પર ઉતરી આવનારા લોકોની હવે ખેર નથી. કેમકે ઉત્તરપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ હિંસા કરનારાઓની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે. પહેલાં વડોદરા પોલીસે એલાન કર્યું કે 20 ડિસેમ્બરે પથ્થરબાજીમાં વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું. તે તમામની સંપત્તિ જપ્ત કરીને નુકસાનીની વસૂલાત કરવામાં આવશે. તો આ તરફ અમદાવાદમાં પણ હિંસા પર ઉતરનારા સામે પોલીસ સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી કરશે.

READ  શું અમદાવાદમાં પણ છે 'પાકિસ્તાન' ? જુઓ VIDEO

આ પણ વાંચોઃ ગુજરાતના જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીનું ડાયરામાં આપેલા નિવેદનથી સર્જાયો વિવાદ

CAAના વિરોધ દરમિયાન થયેલા રાયોટીંગમાં જાહેર સંપતિને કરવામાં આવેલા નુકસાનનો એક એક રૂપિયો તેમણે પોતાના ખિસ્સામાંથી આપવો પડશે. અને એમ વસૂલાત પૂરી નહીં થાય તો જે-તે વ્યક્તિની તમામ સંપત્તિ જપ્ત કરીને પણ પોલીસ પૈસા વસૂલશે. અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર આશિષ ભાટીયાએ ક્રાઇમ બ્રાન્ચને આ અંગેનો હુકમ કરી દીધો છે. શાહઆલમ રાયોટીંગ કેસની તપાસ પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાઇ રહી છે.

READ  Increase in number of Swine Flu cases in Gujarat, 56 died till date -Tv9

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ કેસમાં પણ જેમણે હિંસક દેખાવો કર્યા, પોલીસ પર પથ્થરમારો કર્યો, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું એ તમામ આરોપીઓના ફૂટેજ, ફોટોગ્રાફ અને ખાનગી રાહે પણ તપાસ કરી ઓળખ કરવામાં આવશે. ત્યાર બાદ આરોપીઓ પાસેથી નુકસાનીની વસૂલાત માટે કોર્ટની મંજૂરી મેળવવામાં આવશે. 19 ડિસેમ્બરની સાંજે સી.એ.એના વિરોધ દરમિયાન શાહઆલમ રાયોટીંગમાં 20થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. ઉપરાંત પોલીસના વાહનોને પણ નુકસાન થયું હતુ.

READ  CAA મુદે હાઈકોર્ટે મમતા બેનર્જીને આપ્યો ઝટકો, નહીં કરી શકે આ રીતે વિરોધ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments