કેરળ: CAA પર વિધાનસભામાં હંગામો, રાજ્યપાલની વિરૂદ્ધ લાગ્યા નારા

caa ruckus in kerala assembly as udf mlas heckles governor arif mohammad khan kerala CAA par vidhansabha ma hangamo Rajyapal ni virudh lagya nara

નાગરિકતા સુધારા કાયદાને લઈ કેરળ વિધાનસભામાં બુધવારે ખુબ હંગામો થયો. જેવા જ રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન સદનમાં પહોંચ્યા, નારેબાજી શરૂ થઈ ગઈ. યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રંટ (UDF) ધારાસભ્યોએ ‘રિકોલ ગવર્નર’ના નારા લગાવ્યા અને રાજ્યપાલના ભાષણમાં અડચણો ઉભી કરવાના પ્રયત્નો કર્યા. ગવર્નરને એસ્કોર્ટ કરી તેમની ખુરશી સુધી લઈ જવામાં આવ્યા. જ્યારે ગવર્નરે ભાષણ શરૂ કર્યુ તો વિરોધમાં UDF ધારાસભ્યોએ વોકઆઉટ કર્યુ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  દિલ્હીમાં CAA વિરોધી અને સમર્થક જૂથ વચ્ચે ભારે હિંસા, 1 હેડ કોન્સ્ટેબલનું મોત

ગવર્નરે બજેટ સત્રની શરૂઆતમાં ભાષણનો એ ભાગ વાંચવાથી ઈનકાર કરી દીધો હતો, જે CAAની વિરૂદ્ધ હતો. તેમને પત્ર લખી કેરળની સરકારને કહ્યું કે આ ભાગને તેમની મંજૂરી નથી. વિધાનસભામાં રાજ્યપાલે એ કહેતા પ્રથમ ભાગ વાંચ્યો કે તે એવું એટલા માટે કરી રહ્યા છે કારણ કે મુખ્યપ્રધાન ઈચ્છે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ગુજરાતી મૂળની બ્રિટિશ યુવતી જેસલ પટેલ ગુજરાત પરત ફરી, 48 કલાકથી દિલ્લી એરપોર્ટ પર અટવાઈ હતી

 

 

મંત્રીપરિષદે જે ભાષણ તૈયાર કર્યુ છે. તેમાં CAAને ગેરબંધારણીય ગણાવવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન કાર્યાલય તરફથી રાજભવનને જાણકારી આપવામાં આવી કે તેમને ભાષણમાં કોઈ ફેરફાર કર્યા વગર વાંચવું જોઈએ કારણ કે રાજ્યપાલ પ્રદેશ સરકારની નીતિઓને લઈ મંત્રીમંડળની સલાહ માનવા માટે બાધ્ય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  લ્યો બોલો! નવી ચૂંટાયેલી સરકારે એકસાથે 5 હજારથી વધારે લોકોની સજા કરી માફ

 

Oops, something went wrong.
FB Comments