30મેના રોજ કોને ક્યું મંત્રીપદ? વડાપ્રધાન મોદી અને અમિત શાહ વચ્ચે ચાલી 5 કલાક લાંબી બેઠક

લોકસભાની ચૂંટણીમાં મળેલાં પ્રચંડ બહુમત પછી ભાજપમાં હવે કેબિનેટના ગઠબંધનને લઈને મંથનનો દોર ચાલી રહ્યો છે. આ કેબિનેટને લઈને અમિત શાહ અને વડાપ્રધાન મોદીને વચ્ચે લાંબી બેઠક ચાલી હતી.

લોકસભાની ચૂંટણીમાં બહુમત મેળવ્યા બાદ હવે ભાજપમાં કેબિનેટના ગઠનનું મહામંથન ચાલી રહ્યું છે. 30મેના રોજ પીએમ મોદી 7 વાગ્યે સાંજે શપથગ્રહણ કરશે. આ અમિત શાહ અને પીએમ મોદી વચ્ચે ચાલેલી બેઠકમાં ક્યું ખાતું કોને સોંપવામાં આવશે તેને લઈને ચર્ચાઓ ચાલી છે.

READ  વરસાદના કારણે નવરાત્રીની તૈયારીઓ અટકી, GMDC ગ્રાઉન્ડમાં ભરાયુ પાણી, જુઓ VIDEO

 

 

રાષ્ટ્રપતિ રામનાથ કોંવિંદ 30મેના રોજ સાંજે 7 વાગ્યે ગોપનીયતાના શપથ લેવડાવશે. આ કાર્યક્રમને લઈને રાષ્ટ્રપતિ ભવને એક અધિસૂચના પણ બહાર પાડી દીધી છે. એવું જણાઈ રહ્યું છે કે પીએમ મોદીની સાથે ત્રણ ડઝન જેટલાં કેબિનેટ અને રાજ્યમંત્રીઓ પણ મંત્રીપદ માટે શપથ લઈ શકે છે અને કોણે ક્યું મંત્રાલય આપવું તેને લઈને અમિત શાહ અને પીએમ મોદી વચ્ચે પાંચ કલાક જેટલી લાંબી બેઠક ચાલી હતી.

READ  2 ભાઈઓએ બૅંકની નોકરીઓ છોડીને ખેતીને બનાવ્યો પોતાનો વ્યવસાય, મહિને કમાય છે આટલા લાખ રૂપિયા

આ પણ વાંચો:  જાણો ક્યા બોલીવુડ અભિનેતાઓ કરી રહ્યાં છે જાહેરાતના માધ્યમથી કરોડોની કમાણી, કોણ છે કમાણીમાં નંબર 1?

જો કે પ્રધાનમંત્રી મોદીની નવી ટીમમાં કોણ કોણ હશે તેને લઈને હાલ પણ મહામંથન તો ચાલું જ છે. જેમાં મહત્ત્વના ખાતાઓની ફાળવણી કરવામાં આવશે. આ વખતે ભાજપના હાલના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પણ કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ચાલી રહી છે.

READ  સુરત: રાહદારીઓ પાસેથી મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગ ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં, 75 જેટલા મોબાઈલ ચોરીના ભેદ ઉકેલાયા, જુઓ VIDEO

 

Top News Stories Of Gujarat : 22-02-2020| TV9News

FB Comments