CCDના માલિક વી.જી સિદ્ધાર્થના લાપતાઃ 3 વર્ષથી સાથે બાસવરાજ પટેલ નામના ડ્રાઈવરનો આ ખુલાસો

પૂર્વ વિદેશ પ્રધાન અને ભાજપના નેતા એસએમ કૃષ્ણાના જમાઈ વીજી સિદ્ધાર્થ લાપતા થઈ ગયા છે. માહિતી અનુસાર કૈફે કોફી ડેના માલિક સિદ્ધાર્થી 29 જુલાઈના દિવસે મેંગ્લુરુ જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તા વચ્ચે જ તેઓ ગાડીમાંથી ઉતરીને વોકિંગ કરવા લાગ્યા હતા જે બાદથી તેઓ લાપતા છે.

ccd

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સુત્રોની માનવામાં આવે તો સિદ્ધાર્થે લાપતા થવા પહેલા પોતાની કંપનીના CFO સાથે 56 સેકન્ડ સુધી વાત કરી હતી. વાતચીત દરમિયાન CFOને કંપનીનો ખ્યાલ રાખવાનું કહ્યું હતું. વાતચીત દરમિયાન સિદ્ધાર્થ અતિનિરાશ હોવાની પણ ચર્ચા છે. અને છેલ્લા ફોન કોલ પછીથી તેમનો મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો છે.

READ  ગુજરાતની APMCના તા.14-07-19 ના જુદા-જુદા પાકોના ભાવ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પોલીસ ડોગ સ્કૉડની મદદથી વીજી સિદ્ધાર્થની શોધ કરી રહી છે. જે પુલ નજીકથી તેઓ લાપતા થયા તેના 600 મીટર દૂર સમુદ્ર છે. અને તેમના લાપતા થવાના સમયે દરિયામાં હાઈટાઈડ પણ હતું.

વીજી સિદ્ધાર્થના લાપતા થયા પછી તેમનો પરિવાર ચિંતામાં છે. ભાજપના સાંસદ શોભા એ અમિત શાહને અરજી સાથે સિદ્ધાર્થને શોધવાની અને કેન્દ્ર સરકારની ભલામણ પણ કરી છે. હાલ પોલીસની દેખરેખમાં મોટા પ્રમાણમાં તેમની શોખખોળ થઈ રહી છે. હેલિકોપ્ટર અને બોટની મદદથી આ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

READ  VIDEO: દાહોદમાં વિદ્યાર્થીઓને સંસ્કૃતના પાઠ ભણાવતા પ્રોફેસર પકડાયા દારૂ પીધેલી હાલતમાં, પોલીસે કરી ધરપકડ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

વીજી સિદ્ધાર્થના ડ્રાઈવરનું નિવેદન

આ મામલે ડ્રાઈવર બાસવરાજ પટેલે કહ્યું કે તે સિદ્ધાર્થના ડ્રાઈવર તરીકે છેલ્લા 3 વર્ષથી કામ કરે છે. સોમવાર સવારે 8 વાગ્યે તેઓ બેગ્લુરુ તેમના ઘરે ગયા હતા. ઘરેથી સિદ્ધાર્થ પહેલા વિઠ્ઠલ માલ્યા અને બપોરના 12.30 કલાકે સકલેશપુર જવા માટે ડ્રાઈવર અને સિદ્ધાર્થ રવાના થયા હતા. પરંતુ અચાનક તેમને સકલેશપુરની જગ્યાએ મેંગ્લુરુ જવા માટે કહેવામાં આવ્યું હતું.

તો મેંગ્લુરુ પહોંચતાની પહેલા જ કેરળ હાઈવે પાસે એક પુલ નજીક તેઓ કારમાંથી ઉતરી ગયા હતા. ડ્રાઈવરે કહ્યું કે, કારમાંથી ઉતરીને તેઓ વોકિંગ માટે નીકળી ગયા અને રાત્રીના સમયે ફોન લગાવતા તેઓનો ફોન બંધ જણાયો. ડ્રાઈવરે પરિવારમાં સૌ પ્રથમ તેમના દિકરાને આ વાતની જાણ કરી હતી. જે બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

READ  45 સસ્તા અનાજની દુકાનોનું લાયસન્સ કરાયું રદ, જુઓ VIDEO

[yop_poll id=”1″]

કોણ છે એસએમ કૃષ્ણા

પોતાના જીવનના 5 દાયકા કોંગ્રેસમાં પસાર કર્યા બાદ પૂર્વ વિદેશ પ્રધાન એસ.એમ કૃષ્ણા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. કર્ણાટકની રાજનીતિમાં તેમનો મોટો પ્રભાવ રહ્યો છે. તો સાથે 1999થી 2004 સુધી કર્ણાટકના મુખ્યપ્રધાન પણ રહ્યા હતા. આ સિવાય કર્ણાટક વિધાનસભામાં સ્પીકર અને 2004થી 2008 દરમિયાન મહારાષ્ટ્રના ગવર્નર પણ રહી ચૂક્યા છે. 2017માં કોંગ્રેસમાંથી નારાજ થઈને રાજીનામું ધરી દીધુ હતું. અને ભાજપનો સાથ લીધો હતો.

FB Comments