જેટ એરવેઝના કર્મચારીઓને નોકરી આપવા માટે સોશિયલ મીડિયા પર શરૂ થયુ એક ઝુંબેશ

જેટ એરલાઈન્સ બંધ થવાને કારણે 22 હજાર કર્મચારીઓ રોજગારીની મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. તેમની રોજગારીનો સ્ત્રોત બંધ થવાને લીધે તેઓ ખુબ આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યાં છે.

આર્થિક તંગીથી પસાર થઈ રહેલા આ કર્મચારીઓ માટે હવે સોશિયલ મીડિયા તેમને સપોર્ટ કરી રહ્યું છે. ઘણા નાના અને મોટા કારોબારીઓ ટ્વિટર દ્વારા તેમને નોકરીની ઓફર કરી રહ્યાં છે. એરલાઈન્સના સ્ટાફને નોકરીની ઓફર આપવા માટે એક હેશટેગ #Letshelojetstaff પણ શરૂ થયુ છે.

 

સ્પાઈસ જેટના CMD અજય સિંહે 100 પાયલટસ, 200થી વધારે કેબિન ક્રૂ અને ટેક્નિકલ એરપોર્ટ સ્ટાફની નોકરી માટે ઓફર કરી છે. ત્યારે એક પબ્લિશિંગ કંપનીના માલિકે કસ્ટમર સપોર્ટ ફંકશન માટે જેટના 2 કર્મચારીઓને નોકરી આપી છે.

તે સિવાય PR અને મોડલિંગ એજેન્સીઓ પણ તેમને નોકરીની ઓફર કરી રહ્યાં છે. રેડિયો મિર્ચીની ચેનલ મિર્ચી લવના નેશનલ પ્રોગ્રામિંગ હેડ RJ ઈન્દિરા રંગરાજને પણ જેટના કર્મચારીઓને કન્ટેન્ટ રાઈટર્સ અને RJ તરીકે જોડવા ઈચ્છે છે.

મોડલિંગ કંપની I-GLAMને મોડલિંગમાં જવા ઈચ્છતા જેટના કર્મચારીઓને તેમની કંપનીમાં જોડાવા કહ્યું છે. ટેલન્ટ સર્ચ ફર્મ Xphenoના ફાઉન્ડર કમલ કરાંધે કહ્યું કે મોટાભાગની કંપનીઓ નાની છે અને જેટ એરવેઝ જેટલો પગાર નહી આપી શકે. સ્ટાર્ટઅપ્સ અને નવી કંપનીઓ સોશિયલ મીડિયા પર જેટ એરવેઝના સ્ટાફને નોકરી પર રાખવા માટે સંપર્ક કરી રહી છે.

 

At joint session of Parliament, President congratulates scientists, researchers for Chandrayaan-2.

FB Comments

TV9 Webdesk 9

Read Previous

હજ યાત્રા માટે ભારતના લોકોનો કોટા વધારવામાં આવ્યો, સાઉદી અરબે કરી જાહેરાત

Read Next

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ યૌન શોષણના આરોપને ગણાવ્યા પાયાવિહોણા, કહ્યું ન્યાયતંત્ર જોખમમાં છે

WhatsApp પર સમાચાર