ઈંગ્લેન્ડની ભૂલને કારણે ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ના થઈ શકી મેચ, હવે શું કરશે ઈંગ્લેન્ડ!

ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે વરસાદના કારણે મેચ રદ થઈ હતી. આ વિશ્વ કપમાં આ ત્રીજી મેચ છે જે વરસાદના કારણે રદ થઈ છે. અત્યાર સુધી જેટલા પણ વિશ્વ કપ થયા છે. તેમાં કુલ 2 મેચ વરસાદના કારણે રદ થઈ છે, જ્યારે આ વિશ્વ કપમાં અત્યાર સુધી 3 મેચ રદ થઈ ચૂકી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઈંગ્લેન્ડની ભૂલને કારણે ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ના થઈ શકી મેચ, હવે શું કરશે ઈંગ્લેન્ડ!

ઈંગ્લેન્ડની ભૂલને કારણે ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ના થઈ શકી મેચ, હવે શું કરશે ઈંગ્લેન્ડ! Dipali Barot#TV9News #TV9Live #WorldCup2019 #VishwaCup2019 #CWC2019 #INDvsNZ

TV9 Gujarati यांनी वर पोस्ट केले शुक्रवार, १४ जून, २०१९

આ વિશ્વ કપ માટે તૈયારીઓને લઈને હવે બધી બાજુ સવાલ ઉભા થઈ રહ્યાં છે. આયોજનના મોટા સ્ટેક હોલ્ડર્સ તેમની નારાજગી પણ વ્યક્ત કરી રહ્યાં છે. આયોજકોની નારાજગી ખાસ કરીને વિશ્વ કપના સમયને લઈને છે. જૂનમાં વિશ્વ કપની શરૂઆત કરવાના નિર્ણય પર પણ સવાલ ઉભા થઈ રહ્યાં છે. તેની સાથે જ જોઈ શકાય છે કે આયોજકોએ વરસાદ દરમિયાન પિચને ઢાંકવા માટે જરૂરી ગ્રાઉન્ડ કવરની પણ વ્યવસ્થા કરી નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

એક મોટા સ્ટેક હોલ્ડરે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે ગ્રાઉન્ડ માટે રેન કવરની વ્યવસ્થા કેમ નથી કરી? ટ્રેન્ટ બ્રિજનું ગ્રાઉન્ડ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. ગ્રેનેજ સિસ્ટમ જોરદાર છે તો પછી પુરા ગ્રાઉન્ડને ઢાંકવા માટે ગ્રાઉન્ડ કવરની વ્યવસ્થા કેમ કરવામાં આવી નથી?

આ પણ વાંચો:  મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી જાહેરાત, સ્થળાંતરીત લોકોને સરકાર ચૂકવશે કેસડોલ ,જુઓ VIDEO

ઉલ્લેખનીય છે કે ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગૂલી પણ ક્રિકેટ વિશ્વ કપની કોમેન્ટ્રી માટે ઈંગ્લેન્ડમાં છે. તેમને પણ તૈયારીઓ પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે ઈડન ગાર્ડન્સની પાસે ફુલ ગ્રાઉન્ડ કવર છે. હાસ્યાસ્પદ છે કે અમે ઈડન ગાર્ડન્સમાં ઈંગ્લેન્ડથી મંગાવેલા ગ્રાઉન્ડ કવરનો જ ઉપયોગ કર્યો છે. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ તે ગ્રાઉન્ડ કવરનો ઉપયોગ તેમના માટે કેમ નથી કરી શકતા?

 

Rajkot: School van drivers reach mayor's residence, allege oppression by RTO officials | Tv9News

FB Comments

TV9 Webdesk 9

Read Previous

સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, ઠેકેદારોના કર્મચારીઓ કાયમી નહીં થઈ શકે

Read Next

એક બ્રિટિશ વ્યક્તિ ઓવલ સ્ટેડિયમની બહાર કરી રહ્યોં છે ચટાકેદાર ‘ભેળ’નું વેચાણ, જુઓ આ VIDEO

WhatsApp પર સમાચાર