દમણમાં ફૂલઝડપે જતી કાર બેંકમાં એવી રીતે ઘૂસી ગઈ જેને જોઈને ‘Rash ડ્રાઈવિંગ KING’ સલમાનખાન પણ વિચારતો થઈ જશે કે આવું થયું કઈ રીતે, જુઓ VIDEO

આજે સવારે સંઘ પ્રદેશ દમણના મશાલ ચોકમાં દોડધામ મચી ગઈ હતી.એક કાર બેંકનો દરવાજો તોડીને અંદર ઘુસી ગઈ હતી.જાણવા મળ્યું છે કે કારના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હતી.

બેંક ઓફ મહારાષ્ટ્રમાં કાર ઘૂસતા જ અફરાતફરી મચી ગઈ હતી. જોકે સદનસીબે સવારનો સમય હતો અને ઓછો સ્ટાફ હોવાથી તમામ કર્મચારીઓ આમતેમ દોડી જતા બચી ગયા હતા. આ ઘટનામાં કોઈને પણ ઈજા કે જાનહાનિ થઇ નથી. પરંતુ બેંકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. પ્રાથમિક તપાસમાં એ ચોક્કસ સામે આવ્યું છે કે ચાલકે સ્ટીયરીંગ ઉપરથી કાબુ ગુમાવતા આ ઘટના બની છે. પરંતુ તેમ છતાં દમણ પોલીસ ઘટના અંગે તપાસ કરી રહી છે.

 

READ  VIDEO: અંબાજી પાસે ત્રિશુલિયા ઘાટમાં ગમખ્વાર અકસ્માતમાં મૃતકોના પરિવારોને સહાયની જાહેરાત

જુઓ VIDEO:

 

બેન્કના દરવાજાની ગ્રિલ તોડી ઘૂસી કાર
દમણ મશાલ ચોકમા આવેલી બેંક ઓફ મહારાષ્ટ્રમાં બની ઘટના
કાર ચાલકે કાબૂ ગુમાવતા કાર ગ્રીલ તોડી કાઉન્ટર સુધી ઘુસી ગઇ
સવારે બેન્કની કાર્યવાહી ચાલુ થાય તે પહેલાં જ ઘટના બનતા કોઈને ઇજા નહી

[yop_poll id=1065]

Budget session of Gujarat Assembly from February 26: Pradipsinh Jadeja| TV9News

FB Comments