કાર ખરીદતા પહેલા ચેક કરી લેજો કે આ કામના ફીચર્સ તેમાં છે કે નહીં!

જો તમે કાર ખરીદવા જઈ રહ્યાં છો તો તેના રંગ, કલર અને ડિઝાઈન તેમજ માઈલેજ સિવાય કંઈક એવા પણ ફીચર્સ છે જેના પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. જે સુવિધા અને સેફ્ટીને ધ્યાનમાં રાખીને ખૂબ જરૂરી છે. જાણો આવા કેટલાંક ફીચર્સ જે તમારી કારમાં હોવા ખૂબ જરૂરી છે:

  • રિવર્સ પાર્કિંગ સેન્સર્સ

રિવર્સ પાર્કિંગ સેન્સર ગાડીનું ખૂબ મહત્ત્વનું ફીચર હોય છે. કેટલાંયે લોકોનું તો એમ પણ માનવું છે કે જો તમે કાર ઠીકપણે રિવર્સ નથી કરી શકતા તો તમને ગાડી ન ચલાવવી જોઈએ. ગાડી રિવર્સ લેતી વખતે જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિ ઘણા નજીક આવી જાય છે ત્યારે ગાડીની પાછળની બાજુ આ સેંસર્સ ડ્રાઈવરને અવાજ-સાઉન્ડ દ્વારા સાવચેત કરી દે છે. જેનાથી તમારી ગાડી કોઈ પણ વસ્તુથી ભટકાવવાથી બચી જાય છે.

  • ડે/નાઈટ મિરર

ગાડીમાં લાગેલો ઈન્ટરનલ રિયર વ્યૂ મિરર (IVRM): તમારી પાછળ આવી રહેલી ગાડીને જોતા રહેવું એ ગાડી ચલાવનાર માટે મહત્ત્તવનું હોય છે. પરંતુ કેટલાંક ડ્રાઈવર્સ દર વખતે હઈ બીમનો ઉપયોગ કરે છે જેનાથી IVRMમાં ચમક પેદા થવા લાગે છે. જો IVRMમાં ડે-નાઈટ મિરર છે તો તેનાથી ચમક એડજસ્ટ કરી શકાય છે. આ સુવિધા અને સુરક્ષા બંને રીતે ખૂબ ઉપયોગી છે.

  • એરબેગ્સ

હવે બજેટ કાર્સમાં પણ એરબેગ્સ આવે છે અને તે ખૂબ જરૂરી છે. ખાસ કરીને આગળની સીટ પર બેસતા લોકો માટે. જ્યારે અકસ્માત થાય ત્યારે એરબેગ્સ હોવાથી આગળ બેસનાર વ્યક્તિ ડેશ બોર્ડમાં નથી ભટકાતી જેથી ઈજાની સંભાવના ઘટી જાય છે.

  • એન્ટિ-લૉક સિસ્ટમ

એબીએસ કે એન્ટિ લૉક બ્રેક સિસ્ટમ ગાડીમાં હોવી ખૂબ જરૂરી છે. એબીએસ એ સુનિશ્વિત કરે છે કે ઝડપથી બ્રેક લગાવતી વખતે ગાડીના વ્હીલ્સ લૉક ન થાય. ડ્રાઈવર ગાડીનું સંતુલન ન ખોઈ બેસે.

  • સેન્ટ્રલ લૉકિંગ સિસ્ટમ

સુરક્ષા અને સેફ્ટીની દ્રષ્ટિએ સેન્ટ્રલ લૉકિંગ સિસ્ટમ ખૂબ ઉપયોગી છે.

  • એડજસ્ટેબલ સ્ટીયરિંગ વ્હીલ

ઘણી ગાડીઓના ટૉપ-એન્ડ વૈરિયન્ટ્સમાં સ્ટીયરિંગ વ્હીલ્સ પણ એડજસ્ટેબલ હોય છે. લાંબા સમયનું અંતર કાપતી વખતે કે ખૂબ સુવિધાજનક સાબિત થાય છે. સાથે જ ઓછી હાઈટ ધરાવતી વ્યક્તિ પોતાની રીતે સ્ટીયરિંગ એડજસ્ટ કરી થાકથી બચી શકે છે.

  • ફૉગ લેમ્પ

ફૉગ લાઈટ ખરાબ સમયમાં તમને યોગ્ય વિઝન આપે છે.

  • હેડ રિસ્ટ્રેઈન્ટ્સ

કેટલાંયે લોકો વિચારે છે કે હેડ રિસ્ટ્રેઈન્ટ્સ માથું ટેકવવા હોય છે જ્યારે કે આ તેમનું મુખ્ય કામ નથી હોતું. તે લાગેલા હોવાથી ગાડીની ટક્કર થવાથી તમારી ગરદન અને ખભાને ઓછી ઈજા પહોંચે છે. બેસતી વખતે તમારી હાઈટ પ્રમાણે તેને એડજસ્ટ કરી શકો છો. તેની ઉંચાઈ ઓછામાં ઓછી તમારી આંખો સુધી હોવી જોઈએ.

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Top News Stories From Gujarat: 21/7/2019| TV9GujaratiNews

FB Comments

TV9 Web Desk3

Read Previous

ચિકિત્સા ચમત્કાર: રિમોટથી ચાલતો ટેલિરોબોટ કરશે દૂર ગામડામાં રહેતાં દર્દીઓની સર્જરી

Read Next

ફેસબુકના ‘અચ્છે દિન’ ગયા ! કર્મચારીઓ માટે વિશ્વભરમાં શ્રેષ્ઠ ગણાતી કંપનીના કર્મચારીઓ કેમ આજે છોડવા માંગે છે નોકરી ?

WhatsApp પર સમાચાર