અમદાવાદના રસ્તાઓ પર એક વ્યક્તિ 20 લાખની મોંઘી કાર પર ગાયનું છાણ લગાવી ફરી રહી છે અને કરી રહી છે ગરમીમાં પણ ઠંડીનો અહેસાસ

મહારાષ્ટ્રના એક ફેસબૂક યુઝર રૂપેશ ગૌરાંગ દાસે અમદાવાદમાં એક કાર જોઈ અને તેનો ફોટો ક્લિક કરી પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે અને લખ્યું છે કે ‘ગાયના છાણનો સૌથી શ્રેષ્ઠ આવો ઉપયોગ મે કયારેય પણ નથી જોયો’. શેર કરવાની સાથે જ કારના આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયા છે.

હાલ રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને લોકોને ગરમીથી ખૂબ મુશ્કેલી પડી રહી છે. ગરમીથી બચવા માટે લોકો અલગ-અલગ નુસખાઓ અપનાવતા હોય છે અને આવો જ એક અનોખો નુસખો એક અમદાવાદીએ અપનાવ્યો છે. અમદાવાદના રહેવાશી શ્રીમતિ સેજલ શાહે 45 ડિગ્રીમાં પણ પોતાની કારને ઠંડી રાખવા માટે એક અનોખી પદ્ધતિ અપનાવી છે. તેમણે પોતાની 20 લાખની આખી કારને ગાયના છાણથી લીપી નાખી છે.

READ  Saudi man ties knot with Russian girl as per Hindu ritual, Surat - Tv9 Gujarati

 

 

રૂપેશ ગૌરાંગ દાસે આ ફોટો અમદાવાદમાં 45 ડિગ્રી તાપમાનમાં પણ કેવી રીતે ઠંડક મળી શકે તે હેતુથી ક્લિક કર્યો છે જેમા 20 લાખની એક સેડાન કાર સંપૂર્ણ રીતે ગાયના છાણથી લીપેલી જોવા મળી રહી છે.

 

આ પણ વાંચો: લોક્સભા ચૂંટણીના પરિણામો પહેલા જ મુલાયમ-અખિલેશના આવી ગયા ‘અચ્છે દિન’!

 

READ  અમદાવાદમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરતા બાળકોએ કર્યા સ્કેટિંગ સાથે યોગ, જુઓ અનોખા યોગ કરતા બાળકોનો VIDEO

સામાન્ય રીતે ગામડાઓમાં રહેતા લોકો પોતાના ઘરની દિવાલ અને ફ્લોરમાં છાણથી લીપણ કરતા હોય છે. તેઓનું માનવું છે કે ઘરમાં લીપણ કરવાથી ઘર ઠંડીની સિઝનમાં ગરમ રહે છે જ્યારે ગરમીની સિઝનમાં ઠંડુ રહે છે. આ ઉપરાંત તેઓ માને છે કે છાણનું લીપણ કરવાથી જીવ-જંતુ અને મચ્છરના ત્રાસથી પણ બચી શકાય છે.

READ  અમદાવાદના ISROમાં લાગેલી આગ કાબૂમાં લેવાઇ, સ્ટોરરૂમમાં લાગી હતી આગ

 

Oops, something went wrong.
FB Comments